સ્ટાર્ટઅપ્સ માટે પારદર્શક HR પોલિસી અને બેસ્ટ કોમ્યુનિકેશન અનિવાર્યઃ સંઘવી

0

[ad_1]

  • EDIIમા સમિટ- 2023 એમ્પ્રેસેરિયોનો આરંભ
  • 80 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સમાં 48 ટકા મહિલાઓની ભાગીદારી
  • ભાટ સ્થિત EDIIએ અત્યાર સુધીમાં 106 સ્ટાર્ટઅપનું ઈન્ક્યુબેશન કર્યુ

નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા- EDII, ભાટ ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ- 2023 એમ્પ્રેસેરિયોનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે વર્તમાન અને ભવિષ્યના સ્ટાર્ટઅપ્સ માટે સંસ્થાને પારદર્શક માનવીય સંશાધન નીતિ અને સારૂ કોમ્યુનિકેશન સ્થાપિત કરવા સુચન કર્યુ હતુ.

આગામી દિવસોમાં ગુજરાત એ વિશ્વભરના સ્ટાર્ટઅપ સેક્ટરના ઈનોવેટર્સ માટે પ્રથમ પસંદગી બનશે. તેમ કહેતા ઉદ્યોગ રાજ્યમંત્રીએ જણાવ્યુ કે, વર્ષ 2016માં સ્ટેન્ડઅપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયાના આરંભથી અત્યાર સુધીમાં 80,000થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. તેમાં 48 ટકાથી વધુ મહિલાઓ જોડાયેલી છે તે ગૌરવપૂર્ણ વાત છે. સ્ટાર્ટઅપ માટે સાનુકૂળ ઈકોસિસ્ટમ તૈયાર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમો અને જોગવાઈઓમાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે. દેશના અન્ય રાજ્યોના સ્ટાર્ટઅપ સેન્ટરનું ગુજરાતના સેન્ટર સાથે જોડાણ કરીને આંતરરાજ્ય પ્રાદેશિક સ્ટાર્ટઅપ કેન્દ્રો તૈયાર કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, ભાટ સ્થિત EDIIએ અત્યાર સુધીમાં 106 સ્ટાર્ટઅપનું ઈન્ક્યુબેશન કર્યુ છે. જેના થકી રૂ.30 કરોડથી વધુનું નાણાકીય ભંડોળ એકત્ર થયુ છે. હવે અટલ ઈનોવેશન મિશન હેઠળ નીતિ આયોગ દ્વારા માન્યતા પ્રાપ્ત વધુ એક ઈન્ક્યુબેશન સેન્ટર પણ આ સંસ્થાને પ્રાપ્ત થવા જઈ રહ્યુ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *