ફૂટપાથ પર નશાની હાલતમાં મળેલો ટ્રાફિક જવાન સસ્પેન્ડ

0

[ad_1]

પ્રાથમિક તપાસમાં તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાયું

Updated: Jan 29th, 2023

 વડોદરા,બે દિવસ પહેલા પ્રતાપનગર બ્રિજ પાસેના ફૂટપાથ પર નશાની  હાલતમાં મળી આવેલા ટ્રાફિકના જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ગત શુક્રવારે બપોરે અઢી વાગ્યે પ્રતાપ નગર બ્રિજ નજીકના સર્કલ પાસેના ફૂટપાથ પરથી એક પોલીસ  જવાન દારૃનો નશો કર્યા જેવી હાલતમાં મળી આવ્યો હતો.જેનો વીડિયો વાયરલ થયો હતો.આ કેસની તપાસ ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલ દ્વારા શરૃ કરાવવામાં આવી હતી.તપાસ દરમિયાન નજરે જોનાર લોકો પાસેથી એવી માહિતી મળી હતી કે,ટ્રાફિક જવાન રાજેશ વસાવાએ દારૃનો નશો કર્યો હતો.પ્રાથમિક તપાસ દરમિયાન તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો  છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *