Nvidia SuperComputer in Toyota Cars: ટોયોટાની નેક્સ્ટ-જનરેશન કાર્સમાં હવે Nvidiaનું સુપરકમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. Nvidiaએ હાલમાં જ લાસ વેગાસમાં ચાલી રહેલા CES2025 ઇવેન્ટમાં આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યું છે. આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યા બાદ ટોયોટાએ જાહેરાત કરી છે કે તેમની ભવિષ્યમાં આવનારી કાર્સમાં એનો ઉપયોગ કરવામાં આવશે. આ બન્ને કંપનીઓ સાથે મળીને કારના ડ્રાઇવિંગ એક્સપિરીયન્સને અદ્ભુત બનાવવા માંગે છે. તેમ જ એની સાથે સેફ્ટીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.