ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ તેમના દેશના લોકોને યહૂદીઓના નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ એક પોસ્ટ કરીને એક મોટી જાહેરાત કરાત કરી છે. નેતન્યાહૂએ કહ્યું કે, આ વર્ષ સંપૂર્ણ વિજયનું હશે. ઈઝરાયલના લોકોને નવા વર્ષની શુભકામનાઓ.
ઈઝરાયલના PMએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી
ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ પોતાના દેશના લોકોને યહૂદીઓના નવા વર્ષ ‘રોષ હશનાહ’ પર શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાની પોસ્ટમાં એક મોટી જાહેરાત પણ કરી છે. નેતન્યાહૂએ કહ્યું કે, આ વર્ષ સંપૂર્ણ વિજયનું હશે. ઈઝરાયલના લોકોને નવા વર્ષની શુભકામનાઓ. ‘રોષ હશનાહ’ પર વિશ્વના તમામ નેતાઓએ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને અભિનંદન પાઠવ્યા છે. ભારતના પીએમ મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેમણે ઈઝરાયલ માટે શાંતિની કામના કરી હતી.
પીએમ મોદીએ યહૂદી નવા વર્ષની શુભકામના પાઠવી
ઈઝરાયલના નવા વર્ષ પર પીએમ મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ત્યાંના લોકો અને વિશ્વભરના યહૂદીઓને રોશ હશનાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્ટીટ કરીને લખ્યું કે, મારા મિત્ર પીએમ નેતન્યાહૂ, ઈઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને રોષ હશનાહ પર શુભેચ્છાઓ. નવું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, આશા અને સારું સ્વાસ્થ્ય લઈને આવે એવી પ્રાર્થના. વડાપ્રધાન મોદીએ પણ આ જ સંદેશ હિબ્રુ ભાષામાં પોસ્ટ કર્યો છે. હિબ્રુ ભાષામાં શાના તોવાનો અર્થ થાય છે નવા વર્ષની શુભેચ્છા.
ઈરાને કરી મોટી ભૂલ, ભોગવવું પડશે પરિણામ
યહૂદીઓના નવા વર્ષના એક દિવસ પહેલા ઈરાને ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેમના દેશ પર મિસાઈલ હુમલા બદલ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત્રે સુરક્ષા કેબિનેટની બેઠકમાં નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાને મોટી ભૂલ કરી છે. તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. મિસાઈલ હુમલો નિષ્ફળ ગયો હતો. ઈરાન ટૂંક સમયમાં પીડાદાયક પાઠ શીખશે.
અમારા પર હુમલો કરે છે તેને અમે જવાબ આપીએ છીએઃ નેતન્યાહૂ
પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, જે પણ અમારા પર હુમલો કરે છે તેને અમે જવાબ આપીએ છીએ. ઈરાને મંગળવારે ઈઝરાયલ પર સેંકડો મિસાઈલો છોડી હતી. ઈરાનમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, ઘણી મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. જ્યારે ઈરાનનો દાવો છે કે, તેની મોટાભાગની મિસાઈલો ટારગેટ પર પડી હતી. ઈરાને કહ્યું કે, ઈઝરાયલ પર છોડવામાં આવેલી 90 ટકા મિસાઈલો ટારગેટ પર પડી હતી.