ફેબ્રુઆરી મહિનામાં કુલ 10 દિવસ બેંક રહેશે બંધ, કરો કામનું પ્લાનિંગ

0


 • 18 ફેબ્રુઆરી અને શનિવારે મહાશિવરાત્રિના કારણે અમદાવાદમાં પણ બેંકમાં રજા
 • શનિવાર અને રવિવારની રજા સહિત ફેબ્રુઆરીમાં 10 દિવસ નહીં થાય બેંકના કામ
 • ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિગની મદદથી થશે તમારા કામ

વર્ષ 2023નો જાન્યુઆરી મહિનો જલ્દી ખતમ થવામાં છે ત્યારે સ્વાભાવિક રીતે તમને નવા મહિના એટલે કે ફેબ્રુઆરીનું પ્લાનિંગ કરી રહ્યા હશો. આ સમયે એ જાણવું જરૂરી છે કે બેંક કેટલા દિવસ બંધ રહેશે. તમે તમારા બેંક સંબંધિત તમામ કામ અને જરૂરી કેશ પહેલાથી સાથે રાખી લો તે જરૂરી છે. જો તમે પ્લાનિંગ સાથે કામ કરશો તો તમારા કામ અટકશે પણ નહીં અને તમારે બેંકના ધક્કા પણ નહીં ખાવા પડે.આજકાલ મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગના કારણે લોકોના કામ સરળ બન્યા છે. જેના કારણે મોટી રકમનું કેશ વિડ્રોલ કરીને, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવા કામ માટે બેંકની જરૂર પડે છે. જો તમે ફેબ્રુઆરીમાં બેંકના કામ પૂરા કરવા ઈચ્છો છો તો તમારે આરબીઆઈએ જાહેર કરેલી રજાની તારીખો જાણી લેવી જોઈએ.

ફેબ્રુઆરીમાં કેટલા દિવસ બેંક રહેશે બંધ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટની માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં બેંકમાં અનેક રજાઓ રહેશે. આ મહિને અલગ અલગ રાજ્યોમાં બેંક કુલ 10 દિવસ બંધ રહેશે. જો તમે આ મહિને કોઈ કામ ખતમ કરવા ઈચ્છો છો તો આ બેંક હોલિડેનું લિસ્ટ જોઈને પછી તમારા કામનું પ્લાનિંગ કરો. આ મહિનામાં શનિવાર, રવિવારની રજા સિવાય મહાશિવરાત્રિની રજા પણ આવશે.

આ દિવસોએ બેંક રહેશે બંધ

 • 5 ફેબ્રુઆરી 2023 – રવિવાર- ભારતભરમાં બેંક બંધ રહેશે.
 • 11 ફેબ્રુઆરી 2023- બીજો શનિવાર- દેશમાં તમામ જગ્યાએ બેંક રહેશે બંધ.
 • 12 ફેબ્રુઆરી 2023- રવિવાર- ભારતમાં બેંકોમાં રહેશે રજા.
 • 15 ફેબ્રુઆરી 2023- Lui-Ngai-Ni હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.
 • 18 ફેબ્રુઆરી 2023- મહાશિવરાત્રિ- શનિવાર- દેશમાં કેટલીક જગ્યાઓએ બેંકમાં રજા રખાશે.
 • 19 ફેબ્રુઆરી 2023- રવિવાર – ભારત ભરમાં બેંકો રહેશે બંધ.
 • 20 ફેબ્રુઆરી 2023- સ્ટેટ ડે – આઈઝોલમાં બેંકમાં રજા રહેશે.
 • 21 ફેબ્રુઆરી 2023 – લોસાર – ગંગટોકમાં બેંકમાં રજા રહેશે.
 • 25 ફેબ્રુઆરી 2023- ચોથો શનિવાર – બેંક બંધ
 • 26 ફેબ્રુઆરી 2023- રવિવાર – સમગ્ર દેશમાં બેંકમાં રજા રહેશે.

બેંક બંધ હોય તો આ રીતે પતાવો તમારા કામ

ફેબ્રુઆરીમાં કુલ 28 દિવસમાંથી 10 દિવસોએ અલગ અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે. એવામાં બેંક હોલિડેના દિવસે જો તમે કોઈ જરૂરી કામ પૂરું કરવા ઈચ્છો છો તો નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની મદદ લઈ શકો છો. આ સિવાય તમે એક ખાતાથી અન્ય ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે યૂપીઆઈને પણ યૂઝ કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ, ડેબિટ કાર્ડનો પણ યૂઝ કરી શકો છો. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *