ભાવનગરમાં રખડતા કુતરાઓનો ત્રાસ – Torture of stray dogs in Bhavnagar – News18 Gujarati

0

[ad_1]

ભાવનગર: ભાવનગર શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધ્યો છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી ભાવનગર શહેરમાં કુતરાની વસતી વધી છે અને ઘણા વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. કુતરાની વસતી નિયંત્રણ કરવા માટે ભાવનગર મહાપાલિકાએ છેલ્લા એક વર્ષથી પ્રયાસ હાથ ધર્યા છે. મહાપાલિકા દ્વારા રખડતા કુતરાઓનુ રસીકરણ અને નશબંધી કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ કુતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવેલ છે. આ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવી છે.

રખડતા કૂતરાઓ માટે યોગ્ય પગલા લેવા માંગ

ભાવનગર શહેરના કરચલીયાપરા, કુંભારવાડા, વડવા, કાળીયાબીડ, ચિત્રા, કાળાનાળા, દિવાનપરા રોડ, બંદરરોડ, હાદાનગર, ભરતનગર, ઘોઘા રોડ સહિતના વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક લોકોને કુતરાઓ બટકા ભરી ગયા છે તેથી લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડતા હોય છે. આ ઉપરાંત શહેરના મુખ્યરોડ પર કુતરાઓ મોટર સાયકલ પાછળ દોડતા હોય છે તેથી અકસ્માતના બનાવ બનતા હોય છે. કુતરાના ત્રાસથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે યોગ્ય પગલા લેવા માંગણી ઉઠતી રહેતી હોય છે.આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ?

ભાવનગરમાં કૂતરાનુ રસીકરણ અને ખસીકરણ

મહાપાલિકા દ્વારા આશરે છેલ્લા એક વર્ષથી કૂતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગત નવેમ્બર માસ સુધીમાં આશરે 10 હજાર કુતરાનુ રસીકરણ અને નશબંધી કરવામાં આવી હતી. તાજેતરમાં ડિસેમ્બરમાં નવી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, જેમાં 5 હજાર કુતરાનુ રસીકરણ અને નશબંધ કરવાનો કોન્ટ્રાકટ છે. તેની સમય મર્યાદા બે વર્ષ છે. આ એજન્સીએ આશરે 500 કુતરાનુ રસીકરણ-ખસીકરણ કર્યુ છે તેમ મહાપાલિકાના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું.

આ પણ વાંચો: વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા

ભાવનગરમાં આશરે 35 હજારથી કુતરાની વસતી

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રખડતા કુતરોઓને એજન્સીના કર્મચારીઓ પકડે છે અને તેને વાહનમાં કુંભારવાડમાં નારી રોડ પર આવેલ કચરાના પ્લાન્ટ પાસે સેન્ટરમાં લઈ જવામાં આવે છે. આ સેન્ટર પર કુતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. ત્રણ-ચાર દિવસ કુતરાઓને આ સેન્ટર પર રાખવામાં આવે છે અને કુતરાઓ સ્વસ્થ થતા ત્યારબાદ જે વિસ્તારમાં કુતરા પકડયા હોય તે વિસ્તારમાં કુતરાને છોડી દેવામાં આવે છે. આ સેન્ટર પર કુતરોઓને છાશ, ભાત, દુધ, પવા વગેરે ખોરાક આપવામાં આવતો હોવાનુ જણાવ્યું હતું. હાલ કુતરાના ત્રાસની ફરિયાદ મહાનગરપાલિકામાં વધી છે ત્યારે કડક પગલા લેવા જરૂરી છે. ભાવનગરમાં આશરે 35 હજારથી કુતરાની વસતી હોવાનુ મહાપાલિકાનુ અનુમાન છે.

આ પણ વાંચો: બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી મહિલા, ઘરે પાછી આવી તો બની ગઈ કરોડપતિ

આનું પરિણામ આશરે 10-12 વર્ષે જોવા મળશે

જોકે રસીકરણ કરવાથી કુતરાઓ કોઈ વ્યકિતને બટુક ભરે તો હડકવા ના ઉપડે તેમજ નશબંધીથી કુતરાઓની વસતી નિયંત્રણમાં રહેતી હોય છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી કુતરાનુ રસીકરણ અને નશબંધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કુતરાની વસતી નિયંત્રણનુ પરિણામ આશરે 10-12 વર્ષે જોવા મળશે તેવુ અનુમાન છે તેમ મનપાના અધિકારી એ માહિતી આપતા જણાવેલ છે. હાલ શહેરના જુદા-જુદા વિસ્તારમાં કુતરાઓના ટોળા જોવા મળતા હોય છે અને રાત્રે ખુબ જ ભસતા હોય છે તેથી લોકો પરેશાન છે.

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Bhavnagar news, ગુજરાત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *