– 26 મી જાન્યુઆરી, 1950 માં વિશ્વનું સૌથી મોટું બંધારણ અમલ આવ્યું હતું
– અકવાડા પ્રા. શાળામાં શહેર અને સિહોરમાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, સલામી, પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે ૨૬મી જાન્યુઆરીએ દેશના ૭૬મા ગણતંત્ર દિવસની દેશભક્તિની ભાવના સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારી ઉપરાંત ખાનગી, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે.