આજે શનિવારી અમાસ : પિતૃતર્પણ, દાન-સેવા અને નદી સ્નાનનો મહિમા

0

[ad_1]

  • 2023ની વર્ષની પહેલી અમાસે શનિવારી-મૌની-દર્શ અમાસ
  • કાળા ધાબળા, કાળા ચંપલ, કાળા તલ
  • કાળા અડદનું દાન કરવાનું ઉત્તમ

હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહાત્મય ધરાવતી શનિવારી અમાસની 21 જાન્યુઆરીના શનિવારે ઉજવણી થશે. શનિવારી અમાસે પિતૃતર્પણ, પિંડદાન, શ્રાદ્ધવિધિથી માંડીને દાન-સેવા અને નદીમાં સ્નાનનો મહિમા આંકવામાં આવે છે. 2023ના વર્ષની પહેલી અમાસે જ શનિવારી, મૌની અને દર્શ અમાસની ઉજવણી થશે. દરમિયાન શહેરના શિવાલયો અને શનિદેવ મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો, મહાઆરતી, યજ્ઞ સહિતના આયોજનોની ભરમાર જોવા મળશે. તે સાથે જ દિવસભર શ્રાદ્ધાળુઓની ચહેલપહેલ દેખાશે.

હિન્દુ શાસ્ત્રો, માન્યતા પ્રમાણે શિવ મંદિરોમાં અમાસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનોનું આયોજન કરાય છે. તેમાં પણ શનિવારી, બુધવારી, સોમવારી અમાસનું અનેરું મહત્વ આંકવામાં આવે છે. 2023ની સાલમાં ત્રણ શનિવારી અમાસનો સંયોગ રચાશે. 21 જાન્યુઆરીના શનિવારે પોષ વદ અમાસ નિમિત્તે સવારે 7.28થી રાત્રીએ 2.23 વાગ્યા સુધી શનિવારી અમાસ રહેશે. ત્યાર બાદ 17 જૂન અને 14 ઓક્ટોબરના રોજ શનિવારી અમાસ આવશે. શનિવારી અમાસ, દર્શ અમાસ, મૌની અમાસ પિતૃઓને તર્પણ, પીંડદાન, શ્રાદ્ધવિધી થકી પિતૃઓના આશીર્વાદ મેળવવાનો શ્રોષ્ઠ અવસર છે. આ સિવાય દાન-સેવા અને પવિત્ર તીર્થસ્થાનો ખાતે નદીઓમાં સ્નાન કરવાનું પણ મહાત્યમ છે. શનિ મંદિરોમાં અને શિવાલયોમાં વિશેષ ઉજવણી સાથે ભક્તોની ભીડ દેખાશે. શનિવારી અમાસે શનિદેવની પ્રિય વસ્તુઓનું દાન, કાળા ધાબળા, કાળા ચંપલ, કાળા તલ, કાળા અડદનું દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. શનિવારે હર્ષણ અને વજ્ર યોગ, મૂળ-પૂર્વાષાઢા નક્ષત્રમાં શનિવારી અમાસ ઉજવાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *