25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઆજે વિશ્વ હૃદય દિવસ : ફાસ્ટ ફૂડ યુવાનોના દિલને દર્દ આપે છે...

આજે વિશ્વ હૃદય દિવસ : ફાસ્ટ ફૂડ યુવાનોના દિલને દર્દ આપે છે | Today is World Heart Day: Fast food causes heartache in young people



સતર્કતા, સ્વસ્થ ખાણીપીણી અને જીવનશૈલી હૃદય રોગથી બચાવશે જી.કે. હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબનું માર્ગદર્શન

ભુજ: વર્તમાન યુગમાં અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીએ હૃદય સંબંધી બીમારીનું જોખમ વધારી દીધું છે. મેડિકલ યુગમાં આ સમસ્યા એટલી મોટી નથી કે નિવારી ન શકાય પરંતુ કોઈ દરકાર કરતું નથી અને ચિકિત્સા પરામર્શને નજર અંદાજ કરે છે, જેથી હૃદય રોગનું પ્રમાણ વધતું ચાલ્યું છે.

વિશ્વ હૃદય દિવસ નિમિતે જી.કે. જનરલ હોસ્પિટલના એસો.પ્રો.ડો. યેશા ચૌહાણના જણાવ્યા અનુસાર શારીરિક અને માનસિક સજાગતા આનો શ્રેષ્ઠ ઉપાય છે, જો પરિવારમાં કોઈને હૃદય લગતી બીમારી હોય તો હૃદયરોગની આશંકા  વધી જાય છે. જો શરૂઆતથી જ ઉપચાર કરી દેવાય તો તેને નિયંત્રિત પણ કરી શકાય છે. કોઈને હૃદય રોગનો આનુવંશિક ઇતિહાસ હોય તો  સંપૂર્ણ તપાસ પણ માંગી લે છે.

મુશ્કેલી વધી શકે છે. આમાં બે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એક પ્રમાણસર શારીરિક વજન અને બીજું શારીરિકશ્રમ જો ડાયાબિટીસ, હાઈ બી.પી., ધુમ્રપાન અને શરાબની આદત હોય તો  સાવધ થઈ જવામાં જ સાર છે.

જો શરીરના વજનનું પ્રમાણ નિયત હોય તો પણ નિયમિત પ્રોફાઈલ ટેસ્ટ તો જરૂરી જ બને છે. જો તેમાં એલ.ડી. એલ.નું પ્રમાણ વધુ હોય તો સતર્ક બની જવું જરૂરી છે.અંતે રેડીમેડ ફૂડ ખરાબ કોલેસ્ટ્રોલ વધારી યુવાનોના દિલને આપે છે દર્દ.

આ ઉપરાંત થાક,તણાવની પરેશાની સાથે બેચેની હોય તો સંભવ છે કે,વ્યક્તિ હૃદય રોગના સકંજામાં આવી રહી છે.આજે ૪૦ વર્ષથી  ઉપરની વ્યક્તિનો સર્વે કરાય તો ડાયાબિટીસ, હાઈ બી.પી.ના દર્દી વધુ જણાશે. આવી પરિસ્થિતિમાં સ્વસ્થ ભોજન અને જીવનશૈલી જરૂરી છે જેમાં ઊંઘની ગુણવત્તા અને  પૂરતી અંગની કમી નિરંતર હૃદય રોગનો દરવાજો ખટખટાવતી હોય છે.

તબીબો કહે છે કે દિલની સ્વસ્થતાની સતત જાળવણી – ચકાસણી કરાવતા રહેવું જેમાં ઇ.સી.જી.,ઇકો,ટ્રેડમિલ ટેસ્ટ,સીટી કોરોનરી ઇંજીઓ ટેસ્ટ અને કેટલીકવાર ઇંજીઓગ્રાફી પણ કરાવી પડે છે જેનાથી સાયલેંટ બ્લોકનો પણ ખ્યાલ આવી જાય છે.છેવટે તો સ્વસ્થય ખાણીપીણી,જીવનશૈલી અને નિયમિત કસરત જ હૃદયાઘાતથી દુર રાખશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય