રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમા શહેર પ્રમુખ બનવા માટે 7 કસોટી પાર કરવી પડશે સાથે સાથે આર્થિક કૌભાંડ કે ચરિત્રહીન પ્રમુખ નહીં બની શકે તેવી વાત પણ કરવામાં આવી છે.2 ટર્મ પ્રમુખ બનેલા કાર્યકર્તાઓ રિપીટ નહીં થઈ શકે સાથે સાથે પાર્ટીના પ્રમુખ તરીકે મહિલાને પણ મોકો મળી શકે તેવી વાત પણ સામે આવી છે.
કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે
રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ બનવા માટે કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે તેવી વાત સામે આવી છે સાથે સાથે હાલમાં રાજકોટમાં ચર્ચાએ જોર પકડયું છે કે પ્રમુખ કોણ હશે તેને લઈ ચર્ચા પણ કરાઈ છે.2 ટર્મ પ્રમુખ બનેલા રીપિટ નહી થઈ શકે તેવી વાત પણ સામે આવી છે.ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશકક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.અમદાવાદ અને મહેસાણામાં પ્રમુખોની જાહેરાત વોર્ડ પ્રમાણે પણ કરી દેવામાં આવી છે.
જાણો પ્રમુખ કોણ બની શકે છે
પ્રમુખ માટેના દાવેદારી માટે જરૂરી નિયમો પણ છે, જેમાં જિલ્લા પ્રમુખના દાવેદારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, સાથે મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે તો એક્શન લેવાશે.