હાથ-પગમા આવતી ઝણઝણાટીને સામાન્ય ન ગણો, હોઈ શકે છે મોટી બીમારી

0


શરીરમાં વિટામીનની ઉણપ હોય તો પણ તમને વારંવાર ઝણઝણાટીની સમસ્યા થઈ શકે છે

વારંવાર થતી ઝણઝણાટીમાં લગભગ 30% કેશમાં ડાયાબીટીસ કારણભૂત

Updated: Jan 29th, 2023

Image Envato

તા. 29 જાન્યુઆરી 2023, રવિવાર

કેટલીક વાર વધારે સમય સુધી એક સ્થાન પર બેસી રહેવાથી અથવા તો આંખી રાત એક જ બાજુમાં ઉંઘવાથી કે પછી કોઈ ભારે વસ્તુ તમારા શરીર પર સતત રહેવાથી હાથ કે પગ પર ઝણઝણાટ અનુભવાઈ છે. જો કે આ વાત તો સામાન્ય છે પરંતુ આ પ્રક્રિયા તમારી સાથે જો વારંવાર થતી હોય છે તો પછી આ એક ચિંતાનો વિષય બની શકે છે કારણ કે વારંવાર ઝણઝણાટી આવવાનું કારણ કોઈ  બીમારી પણ હોય શકે છે અને શરીરની નસને નુકશાન પહોચી શકે છે, તો ચાલો જાણીએ વારંવાર ઝણઝણાટી આવવા પાછળના શુ શુ કારણો હોઈ શકે છે. 

1. ડાયાબીટીસ

વારંવાર થતી ઝણઝણાટીના કેસમાં લગભગ 30% કેશમાં કારણ ડાયાબીટીસ જોવા મળે છે, લગભગ બધા ડાયાબીટીસ દર્દીઓને વધારે ઓછા પ્રમાણમાં ઝણઝણાટીના લક્ષણ જોવા મળે છે, ડાયાબિટીસના દર્દીઓમાં ઝણઝણાટી પહેલા બન્ને પગમાં અને ત્યાર બાદ હાથમાં જોવા મળે છે. જો કે આવી પરિસ્થિતિમાં તમે થોડી ગલીપચી પણ અનુભવી શકો છો તેમજ એટલો ભાગ સુનો પડી જાય છે. આ બધી પ્રક્રિયા પાછળનું કારણ ડાયાબીટીસ હોય શકે છે .

2.વિટામીન્સની ઉણપ

આજની ભાગદોડવાળી લાઈફમાં સૌથી વધારે આપણા શરીરના સ્વાસ્થય પર અસર થાય છે. જો તમારા શરીરમાં વિટામીનની ઉણપ હોય તો પણ તમને વારંવાર ઝણઝણાટીની સમસ્યા થઈ શકે છે, હેલ્ઘી  સ્વાસ્થય માટે શરીરમાં વિટામિન E, B1, B6, B12નું હોવું અનિવાર્ય છે, એટલે વિટામીન્સ યુક્ત ભોજન ગ્રહણ કરવું જોઈએ જે આજકાલની વ્યસ્ત જીવનશૈલીના કારણે બધા ટાળતા હોય છે પરંતુ આવી ભૂલ ન કરવી જોઈએ. 

3.ઇન્જરી

વારંવાર ઝણઝણાટી થવા પાછળનું કારણ તમારા હાથ કે પગમાં કોઈ ઇન્જરી થઈ હોય તેના કારણ પણ હોય શકે છે, જેના કારણે તમારા નસમાં દબાણ થતુ હોવાથી અથવા તો મોટુ નુકશાન થયુ હોય તેના કારણે પણ વારંવાર ઝણઝણાટી આવતી હોય છે. જેના કારણે ઝણઝણાટી થતા તમને દુઃખાવો થવાની સંભાવના હોઈ શકે છે.

4.સિસ્તમેતિક ડિસીઝ

હાથ અને પગમાં વારંવાર થતી ઝણઝણાટીનો કારણ તમારા શરીરમાં કોઈ મોટો રોગ પણ હોય શકે છે, જેમ કે કિડની ડિસઓર્ડર, લીવર ડિસીઝ, વેસ્ક્યુલર ડેમેજ, બ્લડ ડિસીઝ, વધારે પ્રમાણમાં બળતરા જેવી બીમારીઓ હોય શકે છે, એટલે જો નિયમિતપણે તમને ઝણઝણાટી સમસ્યા થતી રહેતી હોય તો એક વાર બોડીચેકઅપ કરાવું હિતાવહ છે. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *