Apple Intelligence in India: એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટીમ કૂક દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલ ઇન્ટેલિજન્સને ભારતમાં એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. એપલ ઇન્ટેલિજન્સની ડિમાન્ડને કારણે આઇફોન 16નું વેચાણ ખૂબ જ વધી ગયુ છે. આઇફોન 15ની સરખામણીમાં લેટેસ્ટ મોડલને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
એપલ ઇન્ટેલિજન્સ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં
એપલ દ્વારા એપલ ઇન્ટેલિજન્સને રિલીઝ તો કરવામાં આવ્યું છે, પરંતુ એ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં છે.