Apple Air Coming This Week: એપલ દ્વારા થોડા સમય પહેલાં જ આઇફોન 16e લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોન SEની જગ્યાએ આ ડિવાઇસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોન 16eમાં મોટાભાગના તમામ ફીચર્સ છે, પરંતુ એનું કોન્ફિગરેશન ફ્લેગશિપ મોડલ કરતાં ઓછું રાખવામાં આવ્યું હોવાથી એ સસ્તો છે. આ ડિવાઇસના લોન્ચ બાદ હવે નવી એપલ એર ડિવાઇસને લોન્ચ કરવામાં આવી રહી છે. ઘણાં લોકોનું માનવું છે કે આ એપલ આઇફોન એર છે. આ આઇફોન અત્યાર સુધીનો સૌથી સ્લિમ આઇફોન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.