અમદાવાદમાં થ્રીલ એડિક્ટ નાઇટ હાફ મેરેથોન દોડ શરૂ

0

[ad_1]

  • રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડથી સુભાષબ્રીજ સુધીનો રૂટ
  • મેરેથોન રૂટ પર થશે અલગ-અલગ સ્ટેજ પર્ફોમન્સ
  • મેરેથોન દોડને કારણે શહેરના કેટલાક રસ્તા બંધ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રિલ એડિક્ટ નાઈટ હાફ મેરેથોનની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરમાં નશામુક્તિ જાગૃતતા માટે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડથી મેરેથોન શરૂ થઈ છે. મેરેથોનમાં 75 હજાર લોકો દોડી રહ્યાં છે. અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતાં હવે આ મેરેથોન આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાફ મેરેથોનની શરૂઆત કરતાં પહેલા તેમની આગવી અદામાં દોડવીરોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત થ્રીલ એડિક્ટ નાઇટ હાફ મેરેથોનનો સંદેશ સૌ લોકો સુધી પહોંચે તે ખૂબ સારો અભિગમ છે. અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવેલ Say no to drugs yes to life સ્લોગનને સાર્થક કરવાનું છે. 

પરિવાર સાથે દોડવા ફન રન

આ મેરેથોનમાં 21 અને 10 કિમી સુઘીની દોડ છે. ઉપરાંત જે લોકો પરિવાર સાથે કે એકલા 5 કિમી દોડવા ઇચ્છતા હોય તો તે ફન રનમાં પણ ભાગ લઈ રહ્યાં છે. આ મેરેથોનમાં મહિલા અને પુરુષનાં અલગ-અલગ ઇનામ રાખવામાં આવ્યાં છે. કુલ 10 લાખનાં ઇનામ રાખવામાં આવ્યાં છે. પ્રથમ 5 આવનાર લોકોને ઇનામ આપવામાં આવશે, જ્યારે બાકીના લોકોને મેડલ આપવામાં આવશે.

CM અને ગૃહરાજ્યમંત્રીએ ફ્લેગ ઓફ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મેરેથોનની શરૂઆત કરાવી. હર્ષ સંઘવીએ પણ મેરેથોનમાં ભાગ લીધો. લોકોનો ઉત્સાહ વધારવા ફિલ્મી કલાકારો પણ આ મેરેથોનમાં હાજર રહ્યા છે. મેરેથોન શરૂ થતાં જ સુભાષ બ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું.

મેરેથોનમાં વિવિધ યુનિવર્સિટી સાથે ટાઈઅપ

આ મેરેથોનમાં અલગ-અલગ યુનિવર્સિટીએ પણ ટાઈઅપ કર્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. મેરેથોન માટે 5 અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યાં છે, જેમાં આર્મી, નેવીના બેન્ડ લોકોના મનોરંજન માટે હશે તથા ફિલ્મી કલાકારો પણ હાજર રહીને લોકોને પ્રોત્સાહીત કરી રહ્યાં છે.

બપોરે 3-30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશ્ચિમ પટ્ટો બંધ

મેરેથોનને લઈને અનેક રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમનો પટ્ટો બપોરે 3-30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. આ મેરેથોનનો રૂટ પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત આ રીતે નાઈટ મેરેથોન યોજવામાં આવી રહી છે, જેમાં હજારો લોકો ભાગ લેવાના છે.

હાફ મેરેથોન (21 કિમી.) ઇનામ

1. 1 લાખ

2. 75 હજાર

3. 50 હજાર

4. 25 હજાર

5. 15 હજાર

મેલ ફિમેલના અલગ અલગ ઇનામ હશે.

10 કિમીની મેરેથોન ઇનામ

1. 50 હજાર

2. 35 હજાર

3. 25 હજાર

4. 15 હજાર

5. 10 હજાર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *