યુક્રેનના ગૃહમંત્રી સહિતના ત્રણ મંત્રીઓના હેલિકોપ્ટર ક્રેશમાં મોત, કુલ મૃત્યુઆંક 16

0

[ad_1]

  • કીવની બહાર બોવેરીની પાસે એક સ્કૂલની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું
  • ઘટના બાદ આ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો, જેમાં લોકોની ચિચિયારીઓ સંભળાય છે
  • પોલીસના અહેવાલ પ્રમાણે યુક્રેનના ત્રણ મંત્રીઓના અકસ્માતમાં મોત

યુક્રેનમાં એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે, જેમાં ગૃહમંત્રી સહિત કેટલાંય ઉચ્ચ અધિકારીઓના મોત થયા છે. પોલીસે બુધવારના રોજ કહ્યું કે કુલ 16 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. જેમાંથી બે બાળકો છે. આ ભયંકર અકસ્માત યુક્રેનની રાજધાની કીવની બહાર થયો છે.

ક્ષેત્રના ગવર્નરે પહેલાં કહ્યું હતું કે હેલિકોપ્ટર યુક્રેનની રાજધાની કીવની બહાર બોવેરીની પાસે એક સ્કૂલની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. ઘટના બાદ આ અકસ્માતનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે. જેમાં ઘટનાસ્થળ પર ચિચિયારીઓ સંભળાઇ રહી છે. ચારેયબાજુ આગના ગોટેગોટા ઉડી રહ્યા છે. 

બીબીસીના અહેવાલ મુજબ આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે. યુક્રેનના પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોએ પોલિટિકોને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં યુક્રેન સરકાર સાથે જોડાયેલા ત્રણ મંત્રીઓના મોત થયા છે. તેમાં યુક્રેનના ગૃહ મંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કી, તેમના ડેપ્યુટી યેવેન યેનિન અને મંત્રાલયના રાજ્ય સચિવ યૂરી લુબકોવિકનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *