નામ ટ્રાન્સફર ન થયેલી કાર બાબતે કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી ઠગાઇ આચરાઈ
ગાંધીધામ: ભચાઉનાં ચોબારીમાં રહેતા ત્રણ શખ્સોએ પોતાની કાર ૫.૫૫ લાખ રૂપિયામાં ગાગોદર વાડી વિસ્તારમાં રહેતા યુવાનને વેચાણ કરારથી આપી હતી. જેમાં કાર પહેલા ભચાઉ અને રાપર વિસ્તારમાં દારૂનાં ગુનામાં પકડાઈ ગઈ હતી. જેમાં કાર છોડાવવા માટે ચોબારીનાં શખ્સે કાર માલિકને વિશ્વાસમાં લઈ પાવરનામું પોતાના નામે બનાવી લીધો હતો અને કારના મૂળ માલિકે કાર ચોરાઇ ગઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી નાખી હતી. આવું કૃત્ય કરી યુવાન સાથે છેતરપીંડી આચરી હતી.