– એસઓજીએ 13 બોબીન સાથે ઝડપેલો સાબરી નગરમાં રહેતો કાદીર પતંગવાલા મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો
– ગોડાદરા પોલીસે જીઈબી પાવર હાઉસ પાસેથી વાસણની લારી ચલાવતા નિતેશ દંતાણીને 10 બોબીન સાથે ઝડપી પાડી તેને બોબીન વેચનાર શાકભાજીના વેપારી બૈજુકુમાર વાઘરીને પણ ઝડપી લીધો
સુરત, : સુરત શહેર એસઓજીએ ભરીમાતા રોડ ઉપરથી ચાઈનીઝ દોરીના રૂ.13 હજારની મત્તાના 13 બોબીન સાથે સ્થાનિક યુવાનને ઝડપી લીધો હતો.સાબરી નગર અલકરમ એપાર્ટમેન્ટમાં રહેતો 26 વર્ષીય યુવાન મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો.જયારે ગોડાદરા પોલીસે જીઈબી પાવર હાઉસ પાસેથી વાસણની લારી ચલાવતા યુવાનને રૂ.5 હજારની મત્તાના 10 બોબીન સાથે ઝડપી પાડી તેને બોબીન વેચનાર શાકભાજીના વેપારીને પણ ઝડપી લીધો હતો.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને અસ્લમ ઇદ્રીશને મળેલલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ ચોકબજાર ભરીમાતા રોડ નવી બંધાતી સરકારી હોસ્પીટલના ગેટ પાસે રોડ પરથી અબ્દુલ કાદીર મોહમદ આસીફ પતંગવાલા ( ઉ.