Surat Airport : ગુજરાતમાં થોડા સમય પહેલા એરપોર્ટ સહિત હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ત્યારે આજે બુધવારે સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એરપોર્ટમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જો કે, આ ધમકી અફવા હોવાનું સામે આવ્યું હતું.
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણકારી મળતાની સાથે સુરત શહેરના SOG, PCB, DCBએ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ શરૂ કરી હતી.