કેએલ રાહુલ બાદ ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર કરશે લગ્ન

0

[ad_1]

  • અક્ષર-મેહા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે
  • 20 જાન્યુઆરી 2022એ બન્નેની સગાઇ થઇ હતી
  • હજુ સુધી બન્નેના લગ્નની તારીખ કન્ફૉર્મ નથી થઇ

અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ગયા વર્ષ 20 જાન્યુઆરી, 2022 એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે. એવામાં કેએલ રાહુલ બાદ હવે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ જલ્દી છુટ્ટી લઇ લગ્ન કરી શકે છે એવી ક્રિકેટ વર્તુળમાં ચર્ચા છે.

કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ સિરીઝથી બહાર

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 અને ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે BCCI તરફથી બતાવવામાં આવ્યું હતું હતુ કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કમિટમેન્ટ્સના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં રહે.

લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ

અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 20 જાન્યુઆરી, 2022એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે. જોકે, હજુ સુધી બન્નેના લગ્નની તારીખ કન્ફૉર્મ નથી થઇ. એવુ કહેવાઇ રહ્યુ છે કે જે સમયે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ સિરીઝ બાદ અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરી શકે છે.

કોણ છે મેહા પટેલ?

મેહા પટેલ ડાયેટ અને ન્યુટ્રીસન એક્સપર્ટ (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર્સ છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *