આ દિગ્ગજ કંપનીએ લોન્ચ કર્યો IPO

0

[ad_1]

નવી દિલ્હીઃ કાસ્ય આયરન લમ્પ્સ અને ડક્ટલ આયરન પાઈપ ફિટિંગ્સ બનાવતી દિગ્ગજ એસએમઈ Earthstahl & Alloys નો આઈપીઓ 27 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. 13 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 38-40 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ રાખવામાં આવી છે. તેના શેરોને ગ્રે માર્કેટમાંથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં શેર 16 રૂપિયાની જીએમપી પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, ગ્રે માર્કેટમાંથી મળેલા સંકેતોની જગ્યા કંપનીના ફન્ડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલના આધાર પર રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

Earthstahl & Alloys IPOની વિગત

કંપનીનો 12.96 કરોડ રૂપિયાનો IPO 27 જાન્યુથી 31 જાન્યુની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ઓપન રહેશે. આ ઈશ્યૂ માટે 38-40 રૂપિયા પ્રાઈસ બેંડ નક્કી કરવામાં આવ્યો છે. ઈશ્યૂનો 30 ટકા ભાગ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો, 35 ટકા બિન સંસ્થાકીય રોકાણકારો અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. આઈપીઓ માટે રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ છે. આ આઈપીઓ હેઠલ 32.40 લાખ ઈક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ 3 વર્ષમાં 300 ટકા રિટર્ન, હવે આ કંપનીએ કરી શેર BuyBackની જાહેરાત; જાણો સંપૂર્ણ વિગત

IPO દ્વારા એકત્રિક કરાયેલા રૂપિયાનો ઉપયોગ કંપની ઈલેક્ટ્રિક સપ્લાય વોલ્ટેજને 33 કેવીથી 132 કેવી કરવા માટે, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા, સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂરા કરવા અને ઈશ્યૂ સાથે જોડાયેલી ખર્ચાઓને પૂરા કરવા માટે કરશે. આઈપીઓની સફળતા પછી 3 ફેબ્રુઆરીએ શેરોનું એલોટમેન્ટ થશે. શેર બીએસઈ એમએસઈ પર 8 ફેબ્રુઆરીએ લિસ્ટ થશે. શેરોની ફેસવેલ્યૂ 10 રૂપિયા છે.

આ પણ વાંચોઃ હવે WhatsApp દ્વારા ચેક કરી શકાશે તમારું બેંક બેલેન્સ, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

કંપની વિશે વિગત

Earthstahl કાસ્ટ આયરન લમ્પ્સ અને ડક્ટલ આયરન પાઈપ ફિટિંગ્સ બનાવે છે. રાયપુરના નજીક આવેલા ડુલડુલા ગામમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો. તેનો નફો સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં તેણે 33.49 લાખ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. આગામી નાણાકીય વર્ષ 2020-21માં તે વદીને 2.67 કરોડ રૂપિયા અને પછી નાણાકીય વર્ષ 2021-22 માં 7.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ દરમિયાન રેવન્યૂમાં ઉતાર-ચઢાવ રહ્યો. નાણાકીય વર્ષ 2019-20માં 31.82 કરોડ રૂપિયા રેવન્યૂ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં ઘટીને 24.58 કરોડ રૂપિયા રહી. પરંતુ આગામી નાણાકીય વર્ષ 2021-22માં વધીને 49.08 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Investment news, IPO News, Stock market

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *