This builder gives houses only to people who are not addicts in Rajkot mlr – News18 Gujarati

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : આજકાલના યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકોમાં વ્યસન જોવા મળી રહ્યું છે.કોઈ ફાકી ખાવાનું વ્યસન તો કોઈને માવા અને પાન ખાવાનુ વ્યસન જોવા મળે છે.એમાં પણ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં.લગભગ ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોમાંથી 70થી 80 ટકા લોકો વ્યસન કરે છે.જો કે ગુજરાતમાં વ્યસન મુક્તિના ઘણા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના એક બિલ્ડરે કંઈ અલગ જ શરૂઆત કરી છે વ્યસન છોડાવવાની.

રાજકોટના એક બિલ્ડરે લોકોને વ્યસન છોડાવવા માટે એક અલગ જ પ્રણ લીધો છે કે જે લોકો વ્યસન કરતા હશે તેમને મકાન આપવામાં નહીં આવે.જે વ્યસન કરતા હશે તેને તેઓ તેના વ્યસાયમાં કામ કરવા નહીં દે આ સાથે જ વ્યસન કરતા લોકો પાસેથી તે માલ-સામાનની ખરીદી પણ નહીં કરે.જે ખુબ જ મોટી વાત છે.

રાજકોટના આ બિલ્ડર જેને વ્યસન હોય તેને મકાન આપતા નથી.અને જો તેઓ વ્યસન છોડી દે તો તેને જરૂરથી મકાન આપે છે.આ બિલ્ડરે અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોને વ્યસન છોડાવ્યું છે.મોટીવાત તો એ છે કે તેઓ એક પણ રૂપિયો લીધા વગર લોકોને દવા મફતમાં આપે છે.આપણે જે બિલ્ડરની વાત કરી રહ્યાં છીએ તેનું નામ અજયભાઈ છે.ત્યારે આવો તેમની પાસેથી જ જાણીએ સમગ્ર માહિતી.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન જોવા મળે.

બિલ્ડર અજયભાઈ વાડોલિયાએ જણાવ્યું હતું કે હુ જ્યારથી આ વ્યવસાયમાં આવ્યો ત્યારથી મને કેટલીક વાતો ખુંચતી હતી.આ ફિલ્ડમાં જે પણ મજુરો કામ કરતા હોય તે લોકોને વ્યસન હોય જ.તમે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જુઓ તો સોસાયટીમાં દરેક જગ્યાએ લોકોને ગુટખા અને ફાકી ખાવાનો એટલો ક્રેઝ છે કે તમે જ્યાં જુઓ ત્યાં પિચકારી મારેલી હોય છે.ઘણી જગ્યાએ તો રંગ જ એટલો લાલ થઈ ગયો હોય કે જોઈને એવુ લાગે કે જાણે ત્યાં લાલ રંગનો કલર કરેલો છે.પણ તમે ગુજરાત છોડીને જાવ તો તમને આવુ ક્યાય જોવા મળશે નહીં.તો શા માટે આપણે કે તેની હારોહાર ના ઉભા રહીએ.જેથી અમે બે ભાઈઓ સાથે મળીને શરૂઆત કરી છે.

આ બિલ્ડરે વ્યસન સામે છેડ્યું યુદ્ધ

રાજીવ દિક્ષીતના વિચારો એ અમને પ્રભાવિત કર્યા

અમે બંને ભાઈ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં જોડાયા છીએ.શરૂઆતથી અમારા પર રાજીવ દિક્ષીતના વિચારો એ અમને પ્રભાવિત કર્યા છે.અમે 10 વર્ષથી આ વ્યસન મુક્તિના અભિયાન સાથે જોડાયેલા છીએ.અમારા સહયોગી અને મારા પરમ મિત્ર લાલજીભાઈ વાડોલીયા પાસેથી અમને દવાનો સપોર્ટ મળ્યો છે.કારખાના અને ધંધા સાથે જોડાયેલા લગભગ 70 ટકા લોકો વ્યસન કરે છે. નવી પેઢી છે અને જે સમજી ગયા છે તેઓ આ વ્યસનમાં પડતા નથી.પણ અમારો પ્રયત્ન એવો હોય કે 60 વર્ષથી ઉપરના હોય તેઓ આ વ્યસન છોડે તેઓ પ્રયત્ન કરે છે.

અત્યાર સુધીમાં 35 હજાર લોકોને વ્યસન મુક્તિ કરાવી

અમે અમારા જે મકાનો કે ફ્લેટ છે તે પણ અમે એવા જ લોકોને આપીએ છીએ જેઓ વ્યસન નથી કરતા અને કામ પણ એ જ લોકોને આપીએ છીએ જેઓ વ્યસન કરતા નથી.જેઓ સંપૂર્ણ નિવ્યસની છે તેઓ સાથે જ કામ કરીએ છીએ.જેઓ વ્યસન છોડવા માંગે છે તેને અમે મફતમાં જ દવા આપીએ છીએ.અમે અત્યાર સુધીમાં 35 હજાર લોકોને વ્યસન મુક્તિ કરાવી છે.અમારી પાસે નામ સરનામા સુધીનો રેકોર્ડ છે.

મારા પતિનું વ્યસન છુટી જતા અમે ખુશ છીએ.

બિલ્ડરે બનાવેલા મકાનમાં રહેતા નિશાબેને જણાવ્યું હતું કે અમે જ્યારે 2 વર્ષ પહેલા મકાન જોવા માટે આવ્યા ત્યારે અહિંયાના બિલ્ડર અજયભાઈ વાડોલિયાએ જણાવ્યું હતું કે જે લોકોને વ્યસન હોય તે લોકોને અમે મકાન આપતા નથી.પણ ત્યારે મારા પતિને ફાકીનુ વ્યસન હતું.પણ તેમને પ્રતિજ્ઞા લેવડાવી કે તમે વ્યસન છોડી દેશો અને તેમને જે દવા આપી તેનાથી તેમને ઘણો ફેર પડ્યો અને તેમને વ્યસન પણ છુટી ગયું.અહિંયા અમને રહેવાની પણ ખુબ જ મજા આવે છે. પતિનું વ્યસન છુટી જતા અમને આર્થિક મદદ પણ મળી છે અને તેમનુ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. અને અમે ખુશ છીએ.

ફાકીના જે પૈસા બચે છે તે હું છોકરાઓને આપુ છુ.

બિલ્ડરે બનાવેલા મકાનમાં રહેતા રાજેશભાઈએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ મકાન જોવા આવ્યા ત્યારે બિલ્ડરે અમને પૂછ્યુ હતું કે તમને વ્યસન હશે તો તમે આ મકાન નહીં આપીએ.ત્યારે મને ફાકીનું વ્યસન હતું.પણ તેમને મને પ્રતિજ્ઞા લેવડાવી કે વ્યસન નહીં કરે.અને દવા આપી.આજે મારે હવે કોઈ પણ વ્યસન નથી.વ્યસન છુટી જતા ઘરમાં લોકોને આર્થિક રીતે મદદ પણ મળી છે.ઘરના લોકો પણ આ વ્યસન છુટી જવાથી ખુશ છે.દર મહિને 3 હજાર જેટલા વપરાઈ જતા હતા.પણ હવે હું આ પૈસા ઘરના છોકરાઓ માટે વાપરૂ છું.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Builder, Local 18, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *