ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોરોનો વધતો ત્રાસ
વહેલી પરોઢે પોલીસની પીસીઆર વાનને જોઈ તસ્કરો ડાલુ મૂકીને ફરાર થઈ ગયા ઃ ખેડૂતને પશુઓ પરત મળ્યા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે પશુચોર ટોળકીનો
તરખાટ શરૃ થયો છે અને ગઈકાલે રાત્રે ગીયોડ ગામમાં વાડામાં ત્રાટકેલા તસ્કરોએ ત્રણ
ભેંસ અને એક પાડીને ચોરી કરી લીધી હતી.