ધ્રોલ અને રામપરમાં ચોરી કરનાર તસ્કર પકડાયો, ત્રણ સાગરિત ફરાર

0

[ad_1]

Updated: Jan 19th, 2023


બાતમીનાં આધારે એલસીબી ટીમની સફળ વોચ

જામનગર અને મોરબીમાં પણ ત્રણ મકાનમાં ચોરી કર્યાની કબૂલાતરોકડ સહિત રૃા. ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઇને તપાસ શરૃ

જામનગર :  જામનગરની સ્થાનિક ગુના શોધક શાખાની ટુકડીએ એક તસ્કરને
રૃપિયા સવા લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી લીધો છે અને થોડા દિવસો
પહેલાં ધ્રોળમાં તેમજ રામપર ગામમાં થયેલી જુદી જુદી બે ચોરીઓનો ભેદ ઉકેલ નાખ્યો
છે. જેની સાથે જોડાયેલા અન્ય ત્રણ તસ્કરોના નામો ખુલ્યા છે
, જ્યારે તેઓએ અન્ય
ત્રણ ચોરી કર્યાની પણ કબુલાત આપી છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં તાજેતરમાં ચોરી થઈ હતી અને તસ્કરો
તેલના ડબા સહિતની સામગ્રી ચોરી ગયા હતા. આ ઉપરાંત રામપર ગામમાં એક વાડીમાંથી પણ
ચોરી થઈ હતી. જે ચોરી અંગે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી
હતી. દરમિયાન મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગર જિલ્લામાં મજૂરી
કામ માટે આવેલા વેસતિયા ભીલસિંગ ડામરા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લીધી
હતી. જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત સવા લાખની
માલમતા મળી આવી હતી
, જે કબજે
કરી લઈ આરોપીની ઘનિ પૂછપરછ શરૃ કરી હતી. એ દરમિયાન તેણે ધ્રોળ અને રામપર ગામની
બંને ચોરીઓની કબુલાત આપી છે. જેમાં તેની સાથે તેના અન્ય ત્રણ સાગરીત મધ્યપ્રદેશના
વતની નારસિંગ મીનાવા
, જીતનભાઇ
જાલીયાભાઈ બામણીયા અને સાલુભાઇ ભીલ પણ જોડાયા હતા. જે તસ્કર ત્રિપુટી હાલ ફરાર
થયેલી હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે.

દરમિયાન તેણે આજથી ૨૫ દિવસ પહેલાં જામનગરમાં લાલપુર બાયપાસ
પાસે જ્યોતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૃપીયા ૨૫
,૦૦૦ ની રોકડની
ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આ ઉપરાંત આજથી આશરે ચારેક મહિના પહેલા મોરબી
જિલ્લાના મહેન્દ્રનગરમાં એક બંધ રહેણાંક મકાનમાંથી દોઢ કિલો જેટલા ચાંદીના
દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે રોડ
પર એક સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી ૮૦
,૦૦૦
રૃપિયાની રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. જેથી મોરબી પોલીસને પણ જાણ
કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *