શિવજીની પૂજામાં ન કરવો જોઈએ આ વસ્તુઓનો ઉપયોગ

0

[ad_1]

હિન્દૂ ધર્મમાં ભગવાન શિવની પૂજા કરવા વાળા લાખો લોકો છે. ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામા આવે છે કારણ કે માન્યતા છે કે ભગવાન શિવ ભક્તો પર માત્ર જળ અર્પિત કરવા પર પ્રસન્ન થઇ જાય છે. હિન્દૂ ધર્મના પુરાણોમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અને એમની આરાધના કરવાની ઘણી બધી રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મ પુરાણોમાં એવી કેટલીક સામગ્રીઓ અને વિધિઓ જણાવવામાં આવી છે જે વિશેષ્ઠ દેવી-દેવતાઓને પસંદ હોય છે. એમની પૂજામાં એ સામગ્રીઓનો ઉપયોગ કરવાથી ચાહતું ફળ મળે છે પરંતુ કેટલીક એવી સામગ્રીઓ છે જેનો ઉપયોગ વિશેષ્ઠ દેવી-દેવતાઓની આરાધનામાં નહિ કરવું જોઈએ. એમનો ઉપયોગ કરવાથી પરિણામ ઉલટું પણ થઇ શકે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

પુરાણો અનુસાર ભગવાન શિવની પૂજામાં મોંઘી સામગ્રીનો ઉપયોગ કરવાની મનાઈ છે. હળદર પણ આમાંની એક મોંઘી સામગ્રી છે, માન્યતા અનુસાર ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી તેઓ ગુસ્સે થાય છે. હળદરની અસર ગરમ હોય છે, શિવલિંગ પર તેનો ઉપયોગ કરવાથી ગરમી મળે છે. તેથી જ શિવ પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી. હળદરનો સંબંધ મહિલાઓની સુંદરતા માટે બનાવવામાં આવતા ઉત્પાદનો સાથે છે. આ જ કારણથી ભગવાન શિવને હળદર પસંદ નથી.

આ પણ વાંચો: Astro Tips: પૂજામાં નારિયેળનું શું છે મહત્વ? જાણો મહિલાઓ શા માટે નથી તોડતી નારિયેળ

તુલસીના પાન

તુલસીના પાનનો ઉપયોગ લગભગ દરેક પૂજામાં થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતાઓ અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો. એટલા માટે તુલસી ભગવાન શિવ પર ગુસ્સે થઈ ગયા અને તેમને અલૌકિક અને દૈવી ગુણો ધરાવતા પાંદડાઓથી વંચિત રાખ્યા.

આ પણ વાંચો: Shiv Puja: શિવલિંગ પર કંકુ સહિતની આ વસ્તુઓ ન ચઢાવો, પૂજા કરવાથી થશે નુકસાન

કુમકુમ અથવા સિંદૂર

ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં સિંદૂર અને કુમકુમને પરિણીત મહિલાઓ માટે રત્ન માનવામાં આવે છે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની માંગમાં સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે, પરંતુ ભગવાન શિવને સિંદૂર અથવા કુમકુમ ન ચઢાવવું જોઈએ. કારણ કે ભગવાન શિવને એકાંતિક માનવામાં આવે છે, તેથી જ ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી.

Published by:Damini Patel

First published:

Tags: Dharm Bhakti, Lord shiva

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *