PMJAY Whatsapp Number: ખ્યાંતિકાંડ બાદ પીએમજેએવાય યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે “PMJAY-મા” યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં “આયુષ્માન કાર્ડ” હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92277 23005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું’.