પાઈનેપલ વિટામીન Cથી ભરપૂર હોય છે સાથે તેમા ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. આમ તો પાઈનેપલ બધી સીઝનમાં મળે છે. પરંતુ આ ફળ વરસાદી ફળ છે. આને તમે ડાયરેક્ટ ખાઈ શકો છો અથવા તેને જ્યૂસ બનાવીને પી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે આ ફળનું રાયતુ પણ બને છે. અને રાયતુ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જેને વજન ઓછું કરવું હોય તે આ રાયતાનું સેવન કરી શકે છે. પાઈનેપલ રોગપ્રતિકારક શક્તિને વધારે છે તેમજ પાચન સુધારવામાં મદદ કરે છે. આ ફળના સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદા છે.
ગરમીની સીઝનમાં આ રાયતુ ખાવું જોઈએ તેનાથી ઘણા ફાયદા થાય છે. તે શરીરને ફ્રેશ રાખે છે. ઉનાળામાં વધારે પડતો તાપ લાગે છે તેમજ શરીરમાં પાણીની કમી થઈ જાય છે. આવામાં તમારે પાઈનેપલનું રાયતુ બનાવું અને સેવન કરવું જોઈએ. આ રાયતાથી ઘણા ફાયદા થાય છે.
પાઈનેપલ રાયતુ કેવી રીતે બનાવું
આ રાયતુ બનાવા માટે પાઈનેપલના પહેલા નાના નાના ટુકડા કરી લો અને તેમાં જરૂર પૂરતુ દહી નાખો. ત્યારબાદ તેમા બ્લેક સોલ્ટ, અડધી ચમચી ખાંડ અને અડધી ચમચી સંચળ નાખો. તેમજ તેમાં લીલા સમારેલા મરચા પણ નાખી શકો છો જો તમને પસંદ હોય તો. આ રીતે તમે બધી સામગ્રીને તૈયાર કરી લો.
આ રીતે બનાવો પાઈનેપલ રાયતુ
રાયતુ બનાવા માટે જે પાઈનેપલને કાપ્યું હતું તેને હવે ગેસ પર થોડું શેકી લો તેનાથી તે સોફ્ટ થઈ જશે અને સ્મોકી ફલેવર આવશે. હવે દહી લો અને તે દહીને ક્રીમી બનાવા માટે તેને ફેટી લો. ત્યારબાદ પાઈનેપલના ટુકડા તેમા નાખો. પછી બધી સામગ્રી જે તૈયાર કરી હતી તે નાખી દો. ફુદીનાને છેલ્લે રાયતા પર ગાર્નિશ કરો.
આ રીતે રાયતાને સર્વ કરો
પાઈનેપલના રાયતાને ઠંડું હોય ત્યારે સર્વ કરવું. એટલે તમારે જ્યારે પણ ખાવું હોય તેના એક કલાક પહેલા તેને ફ્રિજમાં રાખી દો. જો તમારી પાસે સમય ના હોય તો દહીને થોડા બરફના ટુકડા સાથે ફેટી લો ત્યારબાદ તેમા પાઈનેપલના ટુકાડા નાખવા તે સિવાય બીજી વસ્તુઓ પણ નાખવી. આ રીતે ઝટપટ તમારું પાઈનેપલ રાયતું બનીને રેડી થઈ જશે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.