આ વર્ષે થશે મોટા ફેરફાર, નાણામંત્રી અહીં રજૂ કરી શકે છે Budget

0

[ad_1]

  • સંસદ ભવનમાં રજૂ કરાય છે બજેટ
  • નવા સંસદ ભવનમાં રજૂ થઈ શકે છે બજેટ 2023
  • 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સદનને સંબોધિત કરશે નાણામંત્રી

દેશનું બજેટ આવવામાં કેટલાક દિવસનો સમય બાકી છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ સંસદમાં રજૂ કરાય છે પણ આ વખતના યૂનિયન બજેટમાં સરકાર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જેને લઈને ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે કંઈ અલગ કરવાનું નક્કી કર્યું છે.

સંસદ ભવમાં રજૂ થાય છે બજેટ

મળતી માહિતી અનુસાર આ વખતે બજેટ નવા સંસદ ભવનમાં રજૂ થઈ શકે છે. નવા સંસદ ભવનના નિર્માણનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને જાન્યુઆરી મહિનાના અંત સઉધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેવી આશા છે. નવા સંસદ ભવનમાં થનારા આગામી બજેટ સત્રની તૈયારી પણ શરૂ થઈ છે.

હજુ સુધી નથી લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. અંતિમ નિર્ણય લેવાવવાનો હજુ બાકી છે પણ લોકસભા સચિવાલયના નવા સંસદ ભવનમાં પ્રવેશને લઈને અનેક દળના સાંસદને માટે નવી ઓળખપત્ર બનાવવાનું શરૂ કર્યું છે.

31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સદનને સંબોધિત કરશે

બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 14 ફેબ્રુઆરીથી 12 માર્ચની વચ્ચેના બ્રેકની સાથે 6 એપ્રિલ સુધી ચાલવાની સંભાવના છે. પરંપરાના અનુસાર બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના બંને સત્રોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. 1 ફેબ્રુઆરીએ સીતારમણ નાણાવર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે.

અન્ય દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં થઈ શકે છે

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ બંને સંસદ ભવનની નવી બિલ્ડિંગમાં રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. જરૂર પડે તો નવા સદનના બાકીના દિવસોની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં સંચાલિત કરી શકાય છે. સૂત્રોએ કહ્યું કે હાલના અને નવા સંસદ ભવનની વચ્ચેને હટાવી દેવાયું છે.

બહારની સજાવટ પર થઈ રહ્યું છે કામ

નવા સંસદ ભવનના બહારની સાજ સજ્જા પર કામ શરૂ થયું છે અને જો કોઈ ટેકનિકલ તકલીફ નહીં આવે તો આ વખતે બજેટ સત્રની શરૂઆત નવા સંસદ ભવનથી કરી શકાય છે. જો ટેકનિકલ ખરાબીના કારણે આ શક્ય નહીં થાય તો બજેટ સત્રનું નવું ચરણ નવા સંસદ ભવનમાં કરાવવાનો પ્રયાસ કરાશે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *