બોટાદના મુખ્ય માર્ગો-વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ વેગવાન બનાવવા તાકીદ

0

[ad_1]

Updated: Jan 10th, 2023

– રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો હોય

– રાષ્ટ્રીય પર્વ પ્રસંગે 378 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત, ભૂમિપૂજન થશે

ભાવનગર : આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જેને અનુલક્ષીને જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લાના કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી અને સફાઇ માટે તાકીત કરી હતી.

પ્રભારી સચિવ સંજીવકુમારે ઉક્ત બેઠકમાં એટહોમ કાર્યક્રમમાં સ્ટેજ વ્યવસ્થા, પોડીયમ, બેઠક વ્યવસ્થા ઉપરાંત કાર્યક્રમનું પ્રિ-પ્લાન્ટેશનની સાથેસાથે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લામાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકોને લાવવા-મુકવાની પરિવહનની વ્યવસ્થા બાબતે તેમજ બોટાદ શહેરના મુખ્ય માર્ગો, શહેરી વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં સાફ સફાઇની ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની સચિવ સંજીવકુમારે તાકીદ કરી હતી. સોંપાયેલી કામગીરીને સમયસર પૂર્ણ કરવાની સુચના આપી હતી.

બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લાની જનસુખકારી માટે અંદાજે રૂ.૨૫૭.૭૯ કરોડની રકમના ખર્ચે ૩૭૮ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન અંગે પણ ઝીણવટપૂર્વકની માહિતી મેળવી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *