વડોદરા, તા.27 વાઘોડિયારોડ પર મહેશ કોમ્પ્લેક્સ સામે આવેલી એક ક્લિનિકમાં ભર બપોરે પ્રવેશી એક ગઠિયો મોબાઇલ તેમજ ટેબલના ખાનામાં મૂકેલ રૃા.૪૦ હજાર રોકડ ઉઠાવી બહાર સ્કૂટર પર ઊભેલા અન્ય ગઠિયા સાથે ફરાર થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે કપુરાઇ ગામમાં આવેલી કેસર સોસાયટીમાં રહેતા ડો.પ્યાર પિંકેશ રાઠવા વાઘોડિયારોડ પર મહેશ કોમ્પ્લેક્સ સામે ધ હોપ મલ્ટી સ્પિશિયાલિટિ ક્લિનિક ચલાવે છે. ગઇકાલે બપોરે તેઓ બોડેલી ગયા હતાં અને ક્લિનિક પર એક નર્સ હતાં.