મહિલાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવતા શૉ રૂમમાં કાર ઘૂસી

0

[ad_1]

  • કારની ટક્કરથી સામાન તૂટી પડ્યો
  • બેકાબૂ કાર ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી
  • ગ્રાહકો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો

વડોદરામાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. એક બેકાબૂ કાર ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. આ કાર એક મહિલા ચલાવી રહી હતી. સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્પીડમાં આવતી કાર સ્ટોરની અંદર ઘૂસી જાય છે. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાય છે. વડોદરામાં ગઈકાલે સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો. બેકાબૂ કાર ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. આ કાર એક મહિલા ચલાવી રહી હતી. બેકાબુ કારને રોકવા માટે તેણે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું. જેના કારણે કાર એક ક્રોકરી સ્ટોરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતનો વિડીયો પણ સામે આવ્યો છે. કાબુ બહાર આવતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક મહિલા પોતાની કારમાં જઈ રહી હતી. અચાનક તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો. આ દરમિયાન તેણે બેકાબૂ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું

ગભરાઈને મહિલાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું. પરિણામે, કાર રસ્તાની બાજુમાં આવેલી ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. કાર સ્ટોર સાથે અથડાવાના અવાજથી લોકો ડરી ગયા હતા. સ્ટોરની અંદર કામ કરતા ગ્રાહકો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા. લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સ્ટોરના માલિકને ઘણું નુકસાન થયું છે. કારની ટક્કરથી સ્ટોરમાં રાખવામાં આવેલો મોટો સામાન તૂટી ગયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *