સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમની સપાટીમાં 24 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટી પર પહોંચા માત્ર 24 સેમી બાકી છે. ગયા વર્ષના અનુભવથી વહીવટી તંત્ર એક્શનમાં છે. ભરૂચમાં પૂર બાદ આ વખતે આવક થતા પાણી છોડાયું છે.
ઉપરવાસમાંથી પાણીની આવક 1.99 લાખ ક્યુસેક
ઉપરવાસમાંથી પાણીની આવક 1.99 લાખ ક્યુસેક છે. જેમાં નર્મદા નદીમાં કુલ 1.27 લાખ ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલાયા છે. ગત વર્ષના અનુભવના કારણે તંત્ર ફૂકી ફુકીને છાશ પી રહ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 24 સેમી બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,99224 ક્યુસેક પાણીની આવક થઇ છે.
નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા
નર્મદા નદીમાં કુલ 1,27529 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. વધારાનું જે પાણી આવે છે એ તરત છોડવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પાણી છોડાતા ભરૂચમાં પુર આવ્યું હતું ત્યારે આ વખતે જે પણ પાણી આવે છે એ તરત છોડી દેવાય છે. ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના વધુ એટલે કે 113 ડેમ સંપૂર્ણ 100 ટકા અને 66 ડેમમાં 70થી 100 ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, 12 ડેમ એલર્ટ, અને 09 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.