લાઇવ મેચમાં સ્ક્રીન પર પોતાના રેકોર્ડ જોઇ દ્રવિડ હસતા રહ્યા, વીડિયો વાયરલ

0

[ad_1]

  • દ્રવિડે 2005-07 દરમિયાન 164 ટેસ્ટ અને 340 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
  • ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દ્રવિડ ચોથા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
  • કોલકાતામાં ભારતીય ટીમના સભ્યો સાથે રાહુલ દ્રવિડે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. 50 વર્ષના રાહુલ દ્રવિડે 2005-07 દરમિયાન 164 ટેસ્ટ અને 340 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમજ ટીમનું સુકાન સંભાળ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દ્રવિડ ચોથા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે જ તેમણે વન ડેમાં 10,000 રનનો આંકડો પાર કરી લીધો હતો.

રાહુલ દ્રવિડે બુધવારે (11 જાન્યુઆરી) પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે કોલકાતામાં ભારતીય ટીમના સભ્યો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ગુરુવારે ઈડન ગાર્ડન્સના મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન રાહુલ દ્રવિડની કારકિર્દીને લઈને ઘણી ચર્ચા થઈ હતી. એક પ્રસંગે ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સ દેખાડવામાં આવ્યા હતા, જેને જોઈને દ્રવિડ હસવાનું રોકી શક્યા ન હતા.

દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડ કપ 2022થી તપાસ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ મહત્વપૂર્ણ મેચમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને લઈને આ મહિને BCCIની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ દ્રવિડે પણ ભાગ લીધો હતો.

આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના માત્ર બે જ એવા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં 10,000થી વધુ રન બનાવ્યા છે. એક મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને બીજા રાહુલ દ્રવિડ. દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં 52.31ની એવરેજથી 13,288 રન બનાવ્યા, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. તો દ્રવિડના વનડેમાં 39.16ની સરેરાશથી 10,889 રન છે. દ્રવિડે વન-ડે ઈન્ટરનેશનલમાં 12 સદી અને 81 અડધી સદી ફટકારી હતી. ફિલ્ડર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેવાનો વર્લ્ડ રેકોર્ડ દ્રવિડના નામે છે. રાહુલ દ્રવિડે 301 ટેસ્ટ ઇનિંગ્સમાં 210 કેચ પકડ્યા હતા.

બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય

બીજી વનડેની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ શ્રીલંકાની ટીમ 39.5 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નુવાનિડુ ફર્નાન્ડોએ 50 અને કુસલ મેન્ડિસે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 40 બોલ બાકી રહેતા છ વિકેટે 219 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેએલ રાહુલે અણનમ 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો હાર્દિક પંડ્યાએ 36 અને શ્રેયસ અય્યરે 28 રનનું યોગદાન આપ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *