આવતીકાલથી દ.આફ્રિકામાં અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ, 16 ટીમો ટકરાશે

0

[ad_1]

  • ICC દ્વારા પહેલીવાર અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન
  • કુલ 16 ટીમો ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ભાગ લેશે
  • શેફાલી વર્માની આગેવાનીમાં ભારત આફ્રિકા સામે અભિયાનની શરૂઆત કરશે

અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે. આખી દુનિયાની અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. દરેકની નજર આ ટૂર્નામેન્ટ પર છે, કારણ કે પહેલીવાર અંડર-19 મહિલા વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ સાથે યુવા મહિલા ક્રિકેટરોને પણ એક મોટું પ્લેટફોર્મ મળશે. ટુર્નામેન્ટ શનિવારથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ભાગ લેશે. ICCએ 1988થી અત્યાર સુધી 14 મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કર્યું છે, પરંતુ આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત મહિલા ક્રિકેટરો માટે આયોજિત કરવામાં આવી રહી છે.

16 ટીમો વચ્ચે થશે ટક્કર

મહિલા ક્રિકેટે છેલ્લા 5 વર્ષમાં ઘણું આગળ વધ્યું છે, પરંતુ રમતને વધુ લોકપ્રિય બનાવવા માટે વધુ પ્રતિભાઓને શોધવાની જરૂર છે. બેનોની અને પોચેફસ્ટ્રુમના 4 સ્ટેડિયમમાં કુલ 41 મેચો રમાશે. 16 ટીમોની આ ટૂર્નામેન્ટ 2021માં શરૂ થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેને 2023 સુધી સ્થગિત કરવી પડી હતી.

ભારત યજમાન ટીમ સાથે એક જ ગ્રુપમાં

11 દેશની ટીમો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સીધા ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જ્યારે અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત (UAE), રવાન્ડા, સ્કોટલેન્ડ અને ઇન્ડોનેશિયાની ટીમો તેમાં ક્વોલિફાય થઇ છે. ભારતને યજમાન દક્ષિણ આફ્રિકા, સ્કોટલેન્ડ અને UAEની સાથે ગ્રુપ Cમાં રાખવામાં આવ્યું છે.

શેફાલી વર્મા-રિચા ઘોષ ટીમમાં સામેલ

શેફાલી વર્માની આગેવાની હેઠળની ટીમ શનિવારે દક્ષિણ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. શેફાલી સિવાય રિચા ઘોષ ભારતીય ટીમનું બીજું મોટું નામ છે. ભારતના ભાવિ સ્ટાર ખેલાડીઓને દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજ પાસેથી તેના વર્લ્ડ કપના અનુભવ વિશે જાણવાની તક આપવામાં આવી હતી. રમત દરમિયાન દબાણની પરિસ્થિતિઓનો સામનો કરવા ઉપરાંત, તેણે મિતાલી પાસેથી હારમાંથી વાપસી, કેપ્ટનશીપની શૈલી અને આગળ વધવાની માહિતી મેળવી.

ઐતિહાસિક ક્ષણનો ભાગ બનશે ખેલાડીઓ

મિતાલીને મળ્યા બાદ ભારતીય કેપ્ટન શેફાલીએ કહ્યું કે તમે નવી અને ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનવા જઈ રહ્યા છો, તમે તેને અનુભવશો. ટૂર્નામેન્ટની તૈયારીઓ માટે ભારતે દક્ષિણ આફ્રિકા સાથે શ્રેણી રમી હતી. સિનિયર સર્કિટમાં પ્રભુત્વ ધરાવતું ઓસ્ટ્રેલિયા જુનિયર સ્તરે પણ ટાઇટલ જીતવાનું પ્રબળ દાવેદાર છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *