દાદીએ તડકામાં બેસાડેલા પૌત્રનું બીજા માળેથી પટકાતા કરુણ મોત

0

[ad_1]

  • સરથાણા ખાતે યોગેશ્વર નગર સોસાયટીમાં બનેલી ઘટના
  • રમતા રમતા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા હતી હતી
  • પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ

ઠંડીની મોસમ હોય દાદીએ તડકામાં બેસાડેલો દોઢ વર્ષીય પૌત્ર રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાતા માથામાં થયેલી ગંભીર ઇજાને લીધે હોસ્પિટલના બિછાને મોતને ભેટ્યો હોવાની ઘટના બુધવારે સરથાણા ખાતેની યોગેશ્વર નગર સોસાયટીમાં બની હતી. માસુમ પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

મળતી માહિતી મુજબ મુળ ભાવનગરના વતની હીરેનભાઈ માણીયા પરિવાર સાથે સરથાણા સ્થિત શ્યામધામ ચોક પાસે યોગેશ્વર નગર સોસાયટીમાં રહે છે. રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હીરેનભાઈને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હતો. બુધવારે સાંજે આકસ્મિક ઘટનામાં વર્ણા મૃત્યુ પામ્યો હતો.

સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, ઠંડીની મોસમ હોવાથી બુધવારે સવારે વર્ણીને તેની દાદીએ બીજા માળે ગેલેરીમાં તડકામાં બેસાડ્યો હતો. દરમિયાન ઘરમાં કોઈ કામથી આવેલી દાદી ગેલેરીમાં પરત ફરે તેટલી ક્ષણમાં વર્ણી રમતા-રમતા ઉભો થયો હતો અને ગેલેરીની લોબીમાંથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. વર્ણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સાંજે પોણા સાતેક વાગે તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે હે. કો. મણીલાલભાઈ તપાસ કરી રહ્યાં છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *