– ભાવનગર મહાપાલિકામાં સમયસર કામ થતા નથી છતાં કડક પગલા લેવાતા નથી
– સમયસર કામ નહીં કરનાર એજન્સી તથા પીએમસીને ડી ફોલ્ટ કરવાની માત્ર વાતો, સ્ટેન્ડીંગ કમિટિમાં વારંવાર સમય મર્યાદા વધારી દેવામાં આવતા કોન્ટ્રાકટરોને રાહત, સમય અને પૈસાનો થતો વ્યય : કામ સમયસર નહીં થતા લોકોને હાલાકી
ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં મોટાભાગના કામ સમયસર થતા નથી તેથી કોઈને કોઈ કારણ રજૂ કરી વારંવાર કામની સમય મર્યાદા વધારવામાં આવતી હોય છે પરંતુ કડક પગલા લેવામાં આવતા નથી તેથી કોન્ટ્રાકટરોને જલ્સા પડી જતા હોય છે, આવુ જ આજે બુધવારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં જોવા મળ્યુ હતું. શહેરમાં ફ્લાયઓવર, વ્હાઈટ ટોપીંગ રોડ, અકવાડા તળાવ, પેવિંગ બ્લોક વગેરે કામ સમય મર્યાદામાં થયા નથી છતાં આજે સ્ટેન્ડીંગ કમિટિમાં કામની સમય મર્યાદા વધારી દેવામાં આવી હતી તેથી કોન્ટ્રાકટરોને રાહત થઈ હતી. સમયસર કામ નહીં કરનાર એજન્સી તથા પીએમસીને ડી ફોલ્ટ કરવાની માત્ર વાતો થાય છે પરંતુ અમલવારી ભાગ્યેજ થાય છે.