ગુજરાત: વિવિધ શહેરોમાં પતંગની જીવલેણ દોરીથી નિર્દોષ લોકોના ગળા કપાયા

0

[ad_1]

  • દોરીથી ગળું કપાવવાની ઘટના બાદ પોલીસ એલર્ટ
  • ચાઈનીઝ દોરીના ઉપયોગ કરનારાઓ સામે કરાશે કાર્યવાહી
  • પોલીસે બેઠક બોલાવી જાહેરનામાના ચુસ્ત અમલ માટે આપી સૂચના

ગુજરાતમાં ઉત્તરાયણની શરૂઆત થઇ ગઇ છે. જેમાં શહેરોમાં લોકો પતંગ ચગાવી રહ્યાં છે. ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લેઆમ વેચાઇ રહી છે. જેમાં તે દોરીથી લોકોના ગળા કપાઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં દોરીથી ગળું કપાવવાની ઘટના બની છે. તે સાથે અમદાવાદ, સુરતમાં પણ દોરીથી લોકોના ગળા કપાયા છે. જેમાં દોરીથી ગળું કપાવવાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઇ છે.

આ વીડિયો પણ જુઓ: https://www.youtube.com/watch?v=Eihy_LgZzEE

સુરતમાં શ્રમજીવીનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત

ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરીના ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં બેઠક બોલાવી જાહેરનામાના ચુસ્ત અમલ માટે સૂચના પણ આપવામાં આવી છે. તથા જાહેરનામાના ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે. રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં તેનું વેચાણ અને વપરાશ બેફામ થઈ રહ્યું છે. ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાના કારણે સુરતમાં શ્રમજીવીનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વડોદરામાં બાઈકસવાર યુવકના ગળામાં દોરો ફસાતા તેનું પણ મોત નીપજ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: https://www.youtube.com/watch?v=D1lMe91SoMo

બળવંતભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
કામરેજ પોલીસની હદમાં નવાગામ ખોડિયાર મંદિરની સામે રહેતા બળવંતભાઇ મણિભાઇ પટેલ (ઉં.વ.50) ડાયમંડનગર લસકાણા ખાતે લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. રવિવારે મોડી સાંજે નોકરીથી બાઇક પર પરત ફરતા હતા. ત્યારે કામરેજના સહકારનગર પાસે અચાનક આકાશમાંથી પતંગની ચાઇનીઝ દોરી નીચે પડી બાઇકચાલક બળવંતભાઇના ગળે લપેટાઇ ગઇ હતી. બાઇક ઊભી રાખી બળવંતભાઇ કંઇક વિચારે એ પૂર્વે જ પતંગની કાતિલ દોરીથી બળવંતભાઇનું ગળું કપાઇ જઇ લોહીલુહાણ હાલતમાં બાઇક ઉપરથી નીચે ફસડાઇ પડયા હતા. દોરીના ઊંડા ઘાને જીરવી નહીં શકેલા બળવંતભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોતથી ગરીબ પરિવારમાં બે બાળકાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

આ વીડિયો પણ જુઓ: https://www.youtube.com/watch?v=ia4NyY-ZxyE

વડોદરામાં વર્ષના પ્રથમ દિવસે પતંગના દોરાથી યુવાનનું મોત
શહેરના દંતેશ્વર ભાથુજીનગરમાં રહેતો રમતવીર હોકીનો ખેલાડી રાહુલ ઉર્ફે સન્ની ગીરીશભાઇ બાથમ (ઉ.વ.30) રવિવારે સાંજે બાઇક લઇને કામ અર્થે નીકળ્યો હતો. તે નવાપુરા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસેના ખંડોબા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેના ગળાના ભાગે પતંગનો દોરો ભરાઇ જતા તે બાઇક ઉપરથી નીચે ફંગોળાઇ ગયો હતો. ગળાના ભાગે દોરો ભરાઇ જતા લોહીની ધારાઓ છુટી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *