પુરવઠા વિભાગ 96 કરોડના ખર્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવશે

0

[ad_1]

 • ગોડાઉનોમાં થતી ચોરી સહિતની ગેરરીતિઓ અટકશેઃ પુરવઠા નિગમ
 • 251 ગોડાઉનોમાં 5,953 કેમેરા લગાવાશે, બે મહિનામાં પ્રોજેક્ટ કાર્યરત્
 • પુરવઠા નિગમ માટે તેના ગોડાઉન સૌથી મોટો માથનો દુઃખાવો છે

પુરવઠા નિગમ માટે તેના ગોડાઉન સૌથી મોટો માથનો દુઃખાવો છે. આ ગોડાઉનોમાંથી જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, ચોરી, માલની હેરફેર સહિતની અનેક ગેરરીતિઓ આચરાતી રહે છે. જેને અટકાવવા પુરવઠા વિભાગે તેના 251થી વધુ ગોડાઉનોમાં 96 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવીને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે બે માસમાં પૂર્ણ રીતે કાર્યરત્ થઈ જશે.

રાજ્યભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજ સહિતની ચીજ-વસ્તુઓના જથ્થાનો પુરવઠા નિગમોના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. ગોડાઉનોમાં સંગ્રહ કરાયા બાદ અનાજ કે અન્ય વસ્તુના જથ્થામાંથી મોટા પાયે ચોરી થવી, સારી ક્વૉલિટીના જથ્થાને કાઢી લઈ નબળી ક્વૉલિટીનો જથ્થો મુકી દેવો, દરેક બોરીમાંથી અમુક જથ્થો કાઢીને છેતરપિંડી કરવી, સંગ્રહાયેલા જથ્થાને નુકસાન થતું હોવા છતાં ધ્યાન ન આપવું જેવી અનેક ગેરરીતિઓ આચરાતી રહી છે. જેના કારણે પુરવઠા નિગમે બદનામી અને આર્થિક નુકસાની સહન કરવાની નોબત આવે છે.

જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત્ અનાજ વિતરણમાં પારદર્શીતા લાવવા તેમજ સમયમર્યાદામાં નિવારાત્મક તકેદારી પગલાઓ માટે પુરવઠા નિગમના તમામ ગોડાન પર સીસીટીવી કેમેરા તથા જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાશે. કુલ 96 કરોડના ખર્ચે બનનાર આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અંતર્ગત્ 5,953 કેમેરા લગાવાશે. જેનું સેકન્ડ સ્ટેજ સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ પ્રોજેક્ટ કાર્યરત્ થવાથી થનારા ફાયદાઓ

 • ગોડાઉનમાં આવતાં જથ્થાનું મોનિટરિંગ થશે
 • ગોડાઉનમાં કરાતી સમભરતીનું મોનિટરિંગ થશે
 • માલનું લોડિંગ અને અનલોડિંગ કરતા મજુરો પર નજર રખાશે
 • ગોડાઉનની બહારની ગતિવિધિઓ પર નજર રહેશે
 • ગોડાઉન ખાતે સંગ્રહાયેલા માલમાં ભેળસેળ તથા ચોરી રોકી શકાશે
 • ગોડાઉનમાં થતા પગપેસારાના બનાવ પર નજર રહેશે
 • વે-બ્રિજ પર આવતી ટ્રકોનું મોનિટરિંગ થશે
 • કેમ્પસમાં આવતી- જતી ટ્રકો તથા અન્ય વાહનની ઓળખ થશે
 • કાયદા વિરૂદ્ધની ગતિવિધિઓ પર નજર રહેશે.
 • ગોડાઉન ખાતે સ્ટોકનું લાઈવ મોનિટિરિંગ થશે
 • ગોડાઉન મેનેજર દ્વારા જણાવાતી વિગતોની ખરાઈ થઈ શકશે.

કેવા પ્રકારના કેમેરા અને વ્યવસ્થા રહેશે

 • આઉટડોર ગતિવિધિ પર નજર રાખવા બુલેટ કેમેરા લગાવાશે
 • ગોડાઉનની અંદરની ગતિવિધિઓ પર નજર રાખવા ડોમ કેમેરા લગાવાશે
 • રાત્રિના સમયે મોનિટરિંગ કરવા પીટીઝેડ કેમેરા લગાવાશે
 • વાહનોની નંબર પ્લેટની ઓળખ માટે એએપીઆર કેમેરા લગાવાશે
 • નાયબ જિલ્લા મેનેજરની કચેરી, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી અને જિલ્લા મેનેજરની કચેરી ખાતેવીડિયો વોલ બનાવાશે
 • વીડિયો વોલના મોનિટરિંગ માટે એજન્સી દ્વારા માનવબળ પુરું પાડવામાં આવશે
 • નિગમની વડી કચેરી સંકુલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર અદ્યધન કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાશે. જ્યાં 24 કલાક મોનિટરિંગ કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *