ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા સ્ટાર ખેલાડીએ ફટકારી ડબલ સેન્ચૂરી

0

[ad_1]

  • રણજી ટ્રોફીમાં મયંક અગ્રવાલની ગર્જના
  • સ્ટાર બેટ્સમેન મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી
  • સચિન બેબીએ 307 બોલમાં 141 રનની ઇનિંગ રમી

કેરળ અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર બેટ્સમેન મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારીને જોરદાર વાપસી કરી છે.

રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ

કેરળ અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓપનર મયંક અગ્રવાલે જોરદાર બેટિંગ કરી હતી. પોતાની ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા તે 57.78ના સ્ટ્રાઇક રેટથી 360 બોલમાં 208 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 17 ચોગ્ગા અને પાંચ શાનદાર છગ્ગા નીકળ્યા હતા. આ શાનદાર ઇનિંગ્સ સાથે તેણે ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસીનો દાવો મજબૂત કર્યો છે.

કેરળએ ટોસ જીતીને 342 રન બનાવ્યા હતા

સેન્ટ ઝેવિયર્સ કોલેજ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરળની ટીમ 130.1 ઓવરમાં 342 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા સચિન બેબીએ 307 બોલમાં સૌથી વધુ 141 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 17 ચોગ્ગા અને એક છગ્ગો નીકળ્યો હતો. બેબી સિવાય જલજ સક્સેનાએ 134 બોલમાં 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *