ગુજરાત પોલીસમાં સામે આવ્યું જાસૂસી કૌભાંડ, અધિકારીઓ પણ લપેટામાં આવ્યા

0

[ad_1]

  • ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મીઓ કરતા હતા જાસૂસી
  • બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની કરતા હતા જાસૂસી
  • બુટલેગરો અંગેની બાતમી નિષ્ફળ જતા કરાઈ તપાસ

ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મીઓ જાસૂસી કરતા હતા. તેમાં બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હતી. બુટલેગરો અંગેની બાતમી નિષ્ફળ જતા તપાસ કરવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી છે.

બુટલેગરોઅંગેની બાતમી લાંબા સમયથી નિષ્ફ્ળ જતા ભાંડો ફૂટ્યો
ઉલ્લેખનીય છે કે વારંવાર બાતમી નિષ્ફળ જતા આંતરીક તપાસ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ બુટલેગરો માટે કામ કરતા હતા. તથા પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હતા. ગુજરાત પોલીસના મોટા માથા ગણાતા અધિકારીઓની પણ જાસૂસી કરવામાં આવી રહી હતી. જેમાં કુખ્યાત બુટલેગરોઅંગેની બાતમી લાંબા સમયથી નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં ભાંડો ફૂટ્યો છે.

મામલામાં ગુનો દાખલ કરવામાં આવી શકે છે
ગુજરાત પોલીસમાં પોલીસ અધિકારીઓના જાસૂસી કૌભાંડની તપાસ ચાલી રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તપાસનો ધમધમાટ તેજ છે પણ આખા મામલે હજુ સુધી ગુજરાત પોલીસ કે ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે ટેક્નિકલ સર્વેલન્સ વિભાગના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ પોલીસકર્મીઓ ગુજરાતના મોટા માથા ગણાતા પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હતા. કેટલાક ચોક્કસ બુટલેગરોની બાતમી સતત નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં જાસૂસી કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ કૌભાંડમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. મામલામાં ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *