આચાર્યની ભરતીમાં ઉમેદવારને હાજર કરવાની સ્કૂલોએ બાંહેધરી આપવી પડશે

0

[ad_1]

  • બાંહેધરી પ્રમાણપત્ર રજૂ ન કરનારી સ્કૂલોમાં આચાર્યની જગ્યા નહીં ભરાય
  • DEOની બાંહેધરી પ્રમાણપત્ર રજૂ કરવા સૂચના
  • અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ 76 સ્કૂલોને સુચના આપી

રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટેની શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે શાળાઓની કચેરી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આચાર્યની ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી હતી. આ સાથે જે સ્કૂલોમાં આચાર્યની ખાલી જગ્યા છે તેવી સ્કૂલો પાસેથી જગ્યા ભરવા માટેનું બાંહેધરી પ્રમાણપત્ર લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાલી જગ્યા ભરવા માટેનું પ્રમાણપત્ર રજૂ નહી કરે તેવી સ્કૂલોમાં જગ્યા ભરવામાં નહી આવે. પ્રમાણપત્ર રજૂ કરનારી સ્કૂલોમાં આચાર્યની જગ્યા ભરવામાં આવશે અને જે ઉમેદવાર ફાળવવામાં આવે તેને ફરજિયાત હાજર કરવો પડશે તેવું બાહેધરી પ્રમાણપત્ર રજૂ કરવાની અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ 76 સ્કૂલોને સુચના આપી છે.

રાજ્યની ધોરણ.9થી 12ની ગ્રાન્ટેડ શાળઆઓમાં છેલ્લા ઓગસ્ટ-2019માં આચાર્યની ભરતી કરવામાં આવી હતી, એ પછી ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી. એક અંદાજ મૂજબ રાજ્યમાં આચાર્યની અંદાજે 2 હજારથી 2,500 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો અંદાજ છે. શાળાઓની કચેરી દ્વારા આચાર્યોની ખાલી જગ્યા માટે તમામ જિલ્લાઓને આજે પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી. હવે રાજ્યની સ્કૂલોમાં કુલ ખાલી જગ્યાઓની વિગતો આવી ગયાં બાદ ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના ડીઈઓ દ્વારા આચાર્યની ખાલી જગ્યા છે તેવી 76 સ્કૂલો પાસેથી બાંહેધરી પ્રમાણપત્ર એકત્ર કરવા અંગે બીટ નિરિક્ષકોને સુચના આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ નોંધ્યુ છે કે, જે સ્કૂલો દ્વારા પ્રમાણપત્ર રજૂ કરવામાં નહી આવે તેવી સ્કૂલોમાં ખાલી જગ્યા ભરવામાં નહી આવે. પ્રમાણપત્રમાં જણાવવાનું છે કે, ઉમેદવારને હાજર કરવામાં આવશે તથા ખાલી જગ્યા સબબ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ તે બદલનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *