લ્યો બોલો, ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ મહિને 25 હજારનો પગાર માંગ્યો!

0

[ad_1]

  • અમારો લોકપ્રતિનિધિ અધિનિયમ હેઠળ સમાવેશ કરો
  • ટોલ ટેક્સમાંથી મુક્તિ, ભરતીના અધિકારો અને 10 લાખની ગ્રાન્ટની માંગ
  • સરપંચોને સુપરસિડ કરવાનો અધિકાર ગ્રામસભાને સોંપો

ગુજરાતમાં 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ હવે દરમહિને રૂપિયા 25 હજારનો પગાર આપવા સરકાર સમક્ષ માંગણી કરી છે. અહીંના ચેખલારણી ગામે રાષ્ટ્રીય સરપંચ સંઘ અને ગુજરાત સરપંચ પરિષદની બેઠકમાં પગાર સહિત 41 માંગણીઓનો ઠરાવ પસાર કરીને આ બંને સંગઠનોના કારોબારી સભ્યોએ ગુજરાત સરકારના પંચાયત મંત્રીને આવેદનપત્ર સોંપાયુ હતુ.

આવેદનપત્રમાં જણાવાયુ છે કે, સરપંચોને ટોલટેક્સમાંથી મુક્તિ મળે, ગ્રામ પંચાયતોને જીએસટીમાંથી મુક્તિ, તાબાના ક્ષેત્રમાં આવતી સરકારી, અર્ધસરકારી અને સંસ્થાકીય કે ખાનગી કંપનીઓ પ્રોફેશનલ ટેક્સ કાપીને પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવે, દરેક પંચાયતને વિકાસ ફંડ તરીકે વર્ષે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવાય તેમજ પંચાયતમાં જ પંચાયતકક્ષાની ભરતીના અધિકારોનું પુનઃસ્થાપન થાય અને ઈ- ટેન્ડરિંગ માટે રૂપિયા 10 લાખ સુધીના કામોની છુટ મળે તેવી માંગણી કરવામાં આવી છે.

સરપંચોને સુપરસિડ કરવાનો અધિકાર ગ્રામસભાને સોંપો

ગુજરાતમાં ગ્રામજનોના મતોથી ચૂંટાતા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો અધિકાર ગ્રામ પંચાયતોના સભ્યો પાસે છે ! જેના કારણે ગરીબ, પછાત, આદિવાસી અને અનામત શ્રોણીના સરપંચો સામે પૂર્વાગ્રહ રાખીને સુપરસિડ કરાય છે. સરપંચ પરિષદે આવા એકતરફી અન્યાય અને સમાનતાનો લોપ કરતા અધિકારોને બદલવા સરકાર સમક્ષ માંગણી કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *