ગરીબોના હૃદય ચીરવા ખ્યાતિના કૌભાંડીઓનો હતો પ્રિ-પ્લાન અને આ બાબતે અનેક ખુલાસાઓ થયા છે,સૌથી મહત્વની વાત તો એ છે કે,ગરીબો ક્યાં છે તે જાણવા ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોએ રાખી હતી માર્કેટિંગ ટીમ અને ગામડાઓમાં માર્કેટિંગ ટીમ સર્વેની કામગીરી કરતી હોવાની પણ વાત સામે આવી છે,આ ટીમ ગરીબો ક્યાં છે, કોની પાસે આયુષ્માન કાર્ડ છે તેનો સર્વે કરતી હતી.
7 લોકો હતા માર્કેટિંગની ટીમમાં
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ટીમમાં કુલ 7 કૌંભાડીઓ સામેલ છે જેમાં મેનેજર,બે આસિસ્ટન્ટ મેનેજર અને 4 અન્ય કર્મીઓનો સમાવાશે થયો છે.ટીમના મેનેજરને દોઢ લાખ પગાર અપાતો હતો જયારે 2 આસિ. મેનેજરને 1-1 લાખ પગાર અપાતો હતો,4 કર્મચારીઓને 25 હજારથી લઈ 50 હજાર સુધીનો પગાર અપાતો હતો તો માર્કેટિંગ ટીમ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં સર્વેની કામગીરી કરતી હતી.ગ્રામજનોની સંખ્યા અને કેટલા પાસે આયુષમાન કાર્ડ છે તેનો સર્વે કરવામાં આવતો હતો.
સર્વે બાદ મેડિકલ કેમ્પ યોજવામાં આવતો
આ સમગ્ર ઘટનાનો કૌંભાડ સામે આવ્યો છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સર્વેની કામગીરી કરી રહી છે સાથે સાથે સર્વે બાદ નક્કી કરાતું કે ફ્રીમાં મેડિકલ કેમ્પ ક્યારે અને ક્યાં કરવો તો 2 આસિ. મેનેજર મેડિકલ કેમ્પ માટે સ્થળ નક્કી કરતા અને ફ્રી માં મેડિકલ કેમ્પ છે તેની જાહેરાત કરવા વાહન અલગથી રાખતા અને તેમાં સ્પીકર રાખીને પ્રચાર કરતા હતા,કેમ્પમાં પ્રાથમિક તપાસ બાદ દર્દીઓે તબીબો પાસે મોકલતા અને કૌંભાંડ આચરવામાં આવતું હતુ.
અન્ય હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી
ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. PMJAY યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની 3, સુરત – વડોદરાની 1 – 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઇ છે. તો બીજીતરફ રાજકોટની 1, ગીરસોમનાથની 1 હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે.મળતી માહિતી મુજબ, ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલો પર તવાઇ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 અને ગીર સોમનાથની હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોમાં ખાસ કરીને ડો પ્રશાંત વઝીરાણી સહિત 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.