સુરતમાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસ જ બંધક બની ગઈ !

0

[ad_1]

  • બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતીનો કેસ
  • યુવકના પિતાએ PSI, બે કોન્સ્ટેબલને પોણો કલાક પૂરી રાખ્યા
  • ભારે ડ્રામા બાદ પોલીસ અને ટોળાંએ મુક્ત કરાવ્યા, ત્રણની ધરપકડ

બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતી પાંડેસરા સુર્યા નગરમાં એક યુવાન સાથે રહેતી હોવાની શંકા સાથે તપાસ કરવા ગયેલી પાંડેસરા પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલને આ યુવાનના પિતા અને બે સાગરિતોએ હુમલો કરી પોણો કલાક સુધી બહારથી તાળું મારી રૂમમાં બંધ કરી દીધા હતા. ભારે ડ્રામા બાદ પોલીસ મથકમાંથી આવેલી પોલીસ અને ટોળાંએ આ કર્મચારીઓને મુક્ત કરાવી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પાંડેસરા પોલીસ મથકમાં અરજી આવી હતી. બમરોલી રોડની સોસાયટીમાં રહેતી 27 વર્ષીય યુવતી છેલ્લાં કેટલાંક સમયથી ગુમ હતી. આ યુવતી પાંડેસરા દેવકીનંદર સ્કુલ પાસે આવેલી સુર્યાનગર સોસાયટીમાં એક મકાનમાં ઉપરના માળે રહેતા સુરજ મુરારી પટેલ સાથે રહેતી હોવાની બાતમી વચ્ચે સબ ઇન્સપેક્ટર ડી.ડી. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ સુનિલ નાગર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે આ મકાનમાં પહોંચ્યા હતા. યુવતી કે સુરજ તો ત્યાં મળ્યા ન હતા, પરંતુ તેના પિતા મુરારી અર્જુન પટેલ (ઉ.વ. 40) મળી આવ્યા હતા.

પોલીસ સાથે યુવકના પિતાની માથાકુટ થતાં પોલીસ આ વ્યક્તિને અટકાયતમાં લઇ પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે નીચેથી ગ્રીલના દરવાજાને એક યુવકે તાળું મારી દીધું હતું. તે સાથે અંદરથી બીજો એક યુવાન ધસી આવ્યો હતો અને સબ ઇન્સપેક્ટરના ખભા ઉપર ચઢી હુમલો કરી દીધો હતો. બહારની ગ્રીલને તાળું માર્યું હોઇ પૂરાઇ ગયેલી પોલીસે પાંડેસરા પોલીસ મથકે ફોન કરી જાણ કરતાં પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. છોડાવવા આવેલી પોલીસ સાથે પણ બહાર ઉભા રહેલાં શખ્સે હુમલો કરી દીધો હતો. અહીં ઉભી રહેલી ભીડની મદદથી માંડ સંતોષ રામબલી પટેલ નામના શખ્સને કાબુમાં કરી ચાવી મેળવી તાળું ખોલવામાં આવતાં પોણા કલાકે ગોંધાયેલી પોલીસનો છુટકારો થયો હતો. પોલીસને પૂરી દેનાર ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *