જુનિયર ક્લાર્ક પરીક્ષામાં રૂ.50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો પ્લાન

0

[ad_1]

  • પેપરલીક કરનાર આરોપીઓના મોટા મનસુબા સામે આવ્યા
  • પેપર મળ્યું હોત તો હજારો ઉમેદવારને આપવાનો પ્લાન હતો
  • હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીકકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં પેપરલીક કરનાર આરોપીઓના મોટા મનસુબા અંગે ખુલાસો થતા ચકચાર મચી છે. તેમાં આરોપી હાર્દિક શર્માએ અનેક ઉમેદવારો સંપર્કમાં હતો. તેમજ જો પેપર મળ્યું હોત તો હજારો ઉમેદવારને આપવાનો પ્લાન હતો.

પેપર કાંડના આરોપીઓ:

જુનીયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATS 16 આરોપી લઈને રવાના થઇ છે. જેમાં આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરશે. તથા ગુજરાત ATS 14 દિવસના રિમાન્ડની માગ કરી શકે છે.


આરોપી રૂપિયા 50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો
ઉલ્લેખનીય છે કે આરોપી રૂપિયા 50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો. જેમાં હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો. તેમજ હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે. તથા એક નર્સિંગ કોલેજમાં હાર્દિક શર્મા ભાગીદાર છે.તેમજ વધુમાં વધુ ઉમેદવારોને પેપર વેચવાનો હાર્દિકનો પ્લાન હતો. જેથી હવે ATSએ હાર્દિક શર્માની ધરપકડ કરી છે. હાર્દિક શર્મા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજનો રહેવાસી છે.પંચાયત સેવા પસંદગી મંડળના હોદ્દેદારો સાથે ગૃહ મંત્રીની બેઠક યોજાઇ
જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ અને પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયના અનુભવનો લાભ લેવાશે. તથા પારદર્શક ભરતી પ્રક્રિયા માટે બંને સિનિયર આઈએએસ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે. તથા પંચાયત સેવા પસંદગી મંડળના હોદ્દેદારો સાથે ગૃહ મંત્રીની બેઠક યોજાઇ છે. તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પંચાયત સેવા પસંદગી મંડળના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. તેમાં ભરતી બોર્ડના ઇન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર ઉપસ્થિત છે. તથા પોલીસ તપાસ અને નવી પરીક્ષા સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *