રૂ. 500 કરોડના ખર્ચે વા.સા. હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બાંધવાની યોજના અધ્ધરતાલ

0

[ad_1]

  • હવે હોસ્પિટલનું માત્ર રિનોવેશન કરાશે
  • MBBS વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ અપાશે
  • રાજ્ય સરકાર હોસ્પિટલને માત્ર રૂ. 2 કરોડ વાર્ષિક ગ્રાન્ટ આપે છે

અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદરૂપ માનવામાં આવતી શેઠ વા.સા. હોસ્પિટલને રૂ. 500 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાના સત્તાવાર નિર્ણયને હવે અદાલતમાં પડકારવામાં આવતા હોસ્પિટલના નવનિર્માણની યોજના પર હાલ તુરત પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને હવે હોસ્પિટલ બિલ્ડિંગને માત્ર રૂ. 1 કરોડ 10 લાખના ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય કર્યો છે અને નવી જોગવાઈનો વા.સા. હોસ્પિટલના નવા વર્ષ 2023-2024ના અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી છે. રૂ. 183 કરોડના બજેટમાં રૂ. 6 કરોડનો વધારો સાથે કુલ રૂ. 189 કરોડના અંદાજપત્રને શાસક પક્ષે બહાલી આપી હતી. મેયર કિરીટભાઈ પરમારે એક પત્રકાર પરિષદમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, વા.સા. હોસ્પિટલના નવા બિલ્ડિંગ બાંધવાના પ્રશ્ને કોર્ટ જે હુકમ કરશે તેનો અમે સ્વીકાર કરીશું અને કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરીશું. કોર્ટમાં કરવામાં આવેલો કેસ કોર્ટમાં ઝડપથી ચાલે તે માટે રજૂઆત કરવા અંગે પણ મૌન સેવ્યું હતું.

મેયરે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, વા.સા. હોસ્પિટલની લેબોરેટરીમાં કેટલાક પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ ખાસ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા નથી કેમ કે, તે અંગેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. હોસ્પિટલને ચાલુ વર્ષે રૂ. 6 કરોડની લોન મ્યુનિ. દ્વારા આપવામાં આવશે. સરકાર છેલ્લા બાર વર્ષથી રાજ્ય સરકાર આ હોસ્પિટલને ગ્રાન્ટમાં કોઈ વધારો કરવામાં આવતો નથી તે અંગે હોસ્પિટલના અંદાજપત્રમાં કોઈ માગણી કરાઈ નથી. પરંતુ એવી નવી જાહેરાત કરવામાં આવી છે કે, 12 જેટલી વિવિધ બ્રાન્ચમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવા સંસ્થામાં પ્રવેશ મેળવી શકે તે માટે ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

વા.સા. હોસ્પિટલ : મામલો ઔર બિચક્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શેઠ વા.સા. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ભાજપના સભ્યો અને હોસ્પિટલના દાતા પરિવારના સભ્યો વચ્ચે છેલ્લા વીસ વર્ષથી હોસ્પિટલના વહીવટ અંગે સીધી ટક્કર ચાલી રહી છે અને બંને પક્ષના સભ્યો એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે અને અદાલતમાં પણ એકબીજા સામે આક્ષેપો કરતી પિટિશનો દાખલ કરી આ આક્ષેપો ઉગ્ર બનતા હવે મેનેજમેન્ટ બોર્ડના સભ્યો દાતા સભ્યોને સ્પષ્ટ પણે એમ પરખાવી રહ્યા ચે કે, તમારા વડવાઓએ હોસ્પિટલ બાંધવા મ્યુનિ. કોર્પોરેશનને માત્રા 3.50 લાખ રૂપિયા જ આપ્યા છે તે પાછા આપવા અમે તૈયાર છીએ આપ આ 3.50 લાખ પાછા લઈ લો અને બોર્ડમાંથી બેદખલ થઈ જાવ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *