ભાજપને ખોબે ખોબે મત આપનાર પ્રજાને હવે ખિસ્સા ખાલી કરીને વેરો આપવો પડશે

0

[ad_1]

Updated: Jan 21st, 2023


ગાંધીનગરના મિલકતધારકો પાસેથી વેરા વસૂલીને જી-૨૦, વાયબ્રન્ટ સહિત
સરકારી કાર્યક્રમોમાં રૃપિયા ઉડાવવાનો કોર્પોરેશનનો પેંતરો

ગાંધીનગર :  ચૂંટણી પૂરી થયા બાદ ભાજપની ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકો
ઉપર મિલકત વેરો વધારો કરીને કોરડો ઝીંક્યો છે ત્યારે નાગરિકોમાં તો તેનો રોષ છે જ
સાથે સાથે કોંગ્રેસે પણ આ વેરા વધારાનો ઉગ્ર વિરોધ કર્યો છે અને કટાક્ષ કરતા
કહ્યું હતું કે
, ભરોસાની
ભાજપે મિલકત વેરો વધારાની પાડો જણ્યો છે…જે પ્રજાએ ખોબે ખોબે મતો ભાજપને આપ્યા
છે તે જ ભાજપના શાસકોએ ગાંધીનગરની ભોળી પ્રજાની પરવાહ કર્યા વગર તેમને વેરો વધારો
કરવાનો ડામ આપ્યો છે.

આ અંગે રોષ ઠાલતા કોર્પોરેશનના વિપક્ષ નેતા અંતિક બારોટે
જણાવ્યું હતું કે
, સ્થાયી
સમિતિ કોર્પોરેશનની આવક વધારવા માટે મિલકત વેરો વધાર્યો હોવાનું રટણ કરે છે પરંતુ
જો કોર્પોરેશનની આવક વધારવી હોય થતો સરકારી આતિથ્ય અને ભુતિયા કર્મચારીના નામે જે
ખોટા ખર્ચા અને ભ્રષ્ટાચાર થાય છે તે બંધ કરવો જોઇએ.આ બંધ થશે તો કોર્પોરેશનની
તિજોરી ભરેલી જ રહેશે તેના માટે પ્રજાને વેરા વધારાનો ડામ આપવાની પણ જરૃર નહીં
પડે. ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે
, જે પક્ષને પ્રજાએ
પસંદ કર્યો છે ખોબે ખોબે મતો આપ્યા છે તે જ ભાજપ શાસીત મહાનગરપાલિકાના હોદ્દેદારોએ
પ્રજાની કોઇ જ પરવાહ કરી નથી અને વહિવટી પાંખે સુચવેલી વેરા વધારાની દરખાસ્તને
મંજુર કરી દીધી છે જે ગાંધીનગરની જનતા માટે દુઃખની વાત છે. કોર્પોરેશન બાદ
વિધાનસભાની ચૂંટણીમાં પણ ગાંધીનગરના મતદારોએ ખોબે ખોબે મત આપ્યા છે તેમ છતા આ
મતોની પણ કદર ગાંધીનગર કોર્પોરેશને કરી નથી અને વેરો વધારો ઝીકી દીધો છે.
કોંગ્રેસે એ પણ આક્ષેપ કર્યો છે કે
,
જી-૨૦,વાયબ્રન્ટ
ગુજરાત
, મેયર
કાઉન્સિલ સહિતના વિવિધ સરકારી રંગારંગ કાર્યકર્મોમાં બેફામ અને બેરોકટોક રૃપિયા
ઉડાવીને તે રૃપિયાનો બોજો મિલકતધારકો ઉપર પાડવામાં આવે છે. કોર્પોરેશન વેરો
વધારીને ખોટીરીતે ગાંધીનગરની ભોળી પ્રજાને છેતરી રહી છે જેનો આગામી સામાન્ય સભામાં
ઉગ્ર વિરોધ કરીને વેરો પાછો ખેંચવા માટે દરખાસ્ત કરવામાં આવશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *