અમદાવાદમાં IT કંપનીના માલિકે 13 કર્મચારીઓને કાર ગિફ્ટ આપી

0

[ad_1]

  • સવજી ધોળકિયા કર્મચારીઓને ભેટ આપવા માટે જાણીતા છે
  • ત્રિધ્યા ટેક નામની આઇટી કંપનીના માલિકે કાર ગિફ્ટ કરી છે
  • મહેનતુ કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરીને સન્માનિત કર્યા

સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજી ધોળકિયા જેમ તેમના કર્મચારીઓને કાર સહિતની વસ્તુઓ ભેટ આપવા માટે જાણીતા છે. ત્યારે તેમના પગલે અમદાવાદમાં પણ એક કંપની માલિકે પોતાની કંપનીમાં કામ કરતાં 13 જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. શહેરમાં ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની ચલાવતા રમેશ મરંડે પોતાની સાથે લાંબા સમયથી નોકરી કરતાં કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. કંપની માલિકે પોતાના મહેનતુ કર્મચારીઓને કાર ગિફ્ટ કરીને સન્માનિત કર્યા છે.

5 વર્ષમાં કમાયા તે કર્મીચારીઓની મહેનતથી: મરંડ

કર્મચારીઓને મોંઘીદાટ ગિફ્ટ કરનાર કંપનીના એમડી અને સીઈઓ રમેશ મરંડએ જણાવ્યું કે, કંપનીને 5 વર્ષ પૂર્ણ થયાં છે અને આ પાંચ વર્ષમાં જે પણ કમાયા છીએ, તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ.

ભવિષ્યમાં કર્મચારીઓ માટે વધુ પહેલ કરીશું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. બીજી તરફ કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બે વર્ષમાં આઇટીમાં લોકો જોબ બદલે પણ કંપનીએ સન્માન કર્યું

કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ બદલી નાખતા હોય છે. ત્યારે આ કંપનીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો છે.

કર્મચારીઓ જ કંપનીની મૂડી

એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે. કોરોના કાળ પછી કર્મચારીઓને નોકરી અને પ્રમોશનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, ત્યારે કર્મનિષ્ઠ કર્મચારીઓ કંપનીની મૂડી હોય છે અને આ કર્મચારીઓનાં વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી છે. મહત્ત્વનું છે સુરતના ડાયમંડ કિંગ ગણાતા ઉધોગપતિ સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *