– સ્વાસ્થ્યવર્ધક ખાણી-પીણીના વેચાણ કેન્દ્રોમાં ગ્રાહકોની ભીડ
– વિવિધ જોગર્સ પાર્ક, વિક્ટોરીયા પાર્ક, બાગ-બગીચાઓ અને જીમમાં આરોગ્યલક્ષી પ્રવૃતિઓનો ધમધમાટ વધ્યો
ભાવનગર : આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભથી ભાવનગર શહેરના જોગર્સપાર્ક,બાગ બગીચાઓ તેમજ જીમ આરોગ્યપ્રેમીઓની અવર-જવરથી સતત ધમધમતા દ્રશ્યમાન થાય છે. ગત વર્ષોની તુલનામાં હવે હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા વોકીંગ કરનારાઓમાં યુવાનો અને ગૃહિણીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જણાઈ રહ્યો છે.
ભાવનગર શહેરના આતાભાઈ રોડ, સુભાષનગર, યુનિવર્સિટી ગેટ નજીકના જોગર્સ પાર્ક, વિકટોરીયા પાર્ક,બાગ,બગીચાઓ, સર્કલો, જીમ, ક્રિંડાંગણ, શાળા,કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ વહેલી સવારથી જ આરોગ્યપ્રેમીઓ નીયમીતપણે વોકીંગ,યોગાસન, પ્રાણાયામ, રમત-ગમત સહિતની આરોગ્યવર્ધક પ્રવૃતિઓમાં મગ્ન થઈ જાય છે.