નવરંગપુરા ઝેવીયર્સ કોલેજ પાસેના એબીસી કોમ્પ્લેક્ષમાં ક્રીકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે : બૂકી ટોમીનુ નામ ખૂલ્યું

0

[ad_1]

Updated: Jan 7th, 2023

અમદાવાદ,તા.7 જાન્યુઆરી 2023,શનિવાર

નવરંગપુરા ઝેવીયર્સ કોલેજ પાસે આવેલા એબીસી કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલી ઓફિસમાંથી ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો છે. પોલીસે ગુરૂવારે રાત્રે રેડ કરી આરોપીને ઝડપી લેતાં દૂબઈમાં બેઠેલા બૂકી ટોમી ઉંઝાનું નામ ખુલ્યું હતું. પોલીસ તપાસમાં ટોમીના સાગરિત હિમાંશુ રાજે આરોપીને સટ્ટો રમવા ઓનલાઈન આઈડી વેચી હતી. 

દૂબઈમાં બેઠેલા બૂકી ટોમી ઉંઝાના માણસ હિમાંશુ રાજે આરોપીને આઈડી આપી હતી

નવરંગપુરા પોલીસે બાતમી આધારે નવરંગપુરાના એબીસી-૧ કોમ્પ્લેક્ષના પાંચમાં માળે આવેલી ઓફિસમાંથી મૃગેન બંસીલાલ પરીખ (ઉં ૫૩) (વર્ધમાનનગર ફલેટ, ભુયંગદેવ ચાર રસ્તા, ઘાટલોડીયા)ને મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતા ઝડપી લીધો હતો. આરોપી રાધે એક્સચેન્જ અને પ્લેએક્સ.કો નામની આઈડીના ઉપયોગથી ક્રીકેટ સટ્ટાના સોદા ઓનલાઈન કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલીયા બીગ બેશ ટુર્નામેન્ટની એડીલેડ સ્ટ્રાઈકર્સ અને હોબાર્ટ કરીકેન વચ્ચે રમાતી ક્રીકેટ મેચ પર આરોપી સટ્ટાના સોદા કરી રહ્યો હતો. 

પોલીસ તપાસમાં દૂબઈ સ્થિત ટોમી ઉંઝા અને તેના સાગરિત હિમાંશુ રાજે આ આઈડી ઓનલાઈન આપી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ.૫ હજારનો મોબાઈલ ફોન અને રૂ.૨૫,૫૫૦ની રોક્ડ મળીને કુલ રૂ.૩૦,૫૫૦નો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. ફરિયાદામાં પોલીસે કુખ્યાત બૂકી ટોમી ઉંઝા અને હિમાંશુ રાજના નામ આરોપી તરીકે દર્શાવ્યા છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *