પેપર કપ પર પ્રતિબંધ મામલે વિવાદ: વડોદરામાં જાહેરનામાં વગર પાલિકાએ કાર્યવાહી કરી

0

[ad_1]

  • VMCએ 60 કિલોથી વધુ પેપરકપ કબજે કર્યા
  • જાહેરનામાં વગર કાર્યવાહી કરતા પાલિકા ફસાઈ
  • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોઈ આદેશ ન આપોયો હોવાનું જણાયું

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ બાદ વડોદરામાં પણ અધિકારીઓએ પેપર કપના ઉપયોગકર્તાઓ પર દરોડા પાડ્યા હતા પરંતુ જાહેરનામા વગર પેપર કપ મામલે કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો જેના લીધે VMCને વિવાદમાં ફસાવવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં પેપર કપ પ્રતિબંધ લાદવામાં આવતા જ અચાનક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ ચાની લારીઓ પર ઉપયોગમાં લેવામાં આવતા 60 કિલોથી વધુ પેપરકપ કબજે કર્યા હતા અને દંડનીય કાર્યવાહી કરતા 20 હજારથી વધુનો દંડ પણ ઉઘરાવ્યો હતો. પરંતુ વડોદરામાં પેપર કપના પ્રતિબંધ અને તે અંગેના જાહેરનામાં અંગે પ્રશ્ન પૂછવામાં આવતા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ કબુલાત કરી હતી કે વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધનું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી અને કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા નથી.જે અધિકારીઓએ દંડનીય કાર્યવાહી કરી હશે અને પેપર કપ કબજે કર્યાનું જણાશે તો તેમને જે તે વેપારીને પેપર કપ પરત કરવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાની કીટલીઓ અને અન્ય ખાણી-પીણીના સ્થળોએ પેપેર કપ વાપરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને અમદાવાદમાં પેપર કપ વિક્રેતાઓ અને ચાની કીટલીઓ ધરાવનાર દુકાનદારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *